"આહ આહહ" ની ખોજ માટે થઈને ના આવો ટ્વીટર પર.
અહીંયા "હા હા હા" ના ઇરાદે આવો Happiness જરૂર મળશે.
અહીંયા સારા મિત્રો ને લાગણીઓ પણ મળશે.
નિયત સાફ રાખો.🤗🤗❤️✔️
તા.15/12/2021 ના રોજ મુ. દેથલી સિધ્ધપુર જી.પાટણ મુકામે સને - 2015માં સરકાર દ્વારા ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ - 1963ની કલમ - 11(1)(1) માં સુધારો કરી ગોપાલક મંડળીઓના મતાધિકાર રદ કર્યા છે. જેના લીધે ગોપાલક સમાજને ખૂબ જ અન્યાય થયો છે. જે અંતર્ગત સરકારમાં રજૂઆત કરી.
#congress#gujarat
ગૌણ સેવાના કોઈ કામ ગૌણ હોતા જ નથી..! 😡😡😡
એક વાત નક્કી છે..ગમે તેટલી વાર ઝડપાઈ જાય તો ય આ લોકો પેપર ફોડવા-વેચવા આ બધું બંધ નહીં કરે, પણ તમે ખરીદવાનું તો બંધ કરો યાર...10લાખ આપીને, હજારો લોકોના સપના રોળીને લીધેલી નોકરી લઈને શુ કમાઈ લેશો..!
#paperleak#headclerk#gujaratmodel
સ્વ. શ્રી અહમદભાઈ પટેલ સાહેબની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના અંતિમધામ પર શ્રી અશોક ગેહલોતજી (મુખ્યમંત્રીશ્રી,રાજસ્થાન) શ્રી રઘુ શર્માજી(પ્રભારી,ગુજરાત કોંગ્રેસ) શ્રી અમિતભાઈ ચાવડા (પ્રમુખશ્રી,GPCC) શ્રીપરેશભાઈ ધાનાણી (વિપક્ષ નેતા, ગુજરાત વિધાનસભા) સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરી.
જ્યા કદર ના થાય, ત્યાં જવું ન જોઈએ.
જે સાંભળે નહિ, તેને સમજાવવા ન જોઈએ.
જે હજમ ન થાય, તે ખાવું ન જોઈએ
જે સાચી વાતે રિસાય, તેને મનાવવું ન જોઈએ.
જે બીજાની નિંદા કરે, તેના પર વિશ્વાસ કરવો ન જોઈએ.
જીવન માં મુશ્કેલીઓ આવે, પણ હારવું ન જોઈએ..
સ્થાનિક ધારાસભ્યશ્રી રઘુભાઈના આગ્રહ ને અનુસરી' દેવ દિવાળી પર્વ પ્રસંગે ગઢા ગામના ગોગા મહારાજના દેવદરબારમાં ઉપસ્થિત થવાનો અવસર સાંપડ્યો, તેમજ વઢીયાર પરગણા ની જાગતી જ્યોત' મા ખોડીયાર ના દર્શન નો સુભગ સંજોગ સર્જાયો. ભાઇ શ્રી રઘુભાઈ દેસાઈનો ખૂબ અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું.