સ્વચ્છ આદતો, સ્વસ્થ ભવિષ્ય! 🎒👧👦
મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા "સફાઈ અપનાવો બિમારી ભગાવો" અંતર્ગત શાળાના બાળકોને કચરાને કઈ રીતે અલગ-અલગ કરવો (સૂકો અને ભીનો કચરો) તેમજ રોગોથી બચવા માટે સાચી રીતે હાથ કઈ રીતે ધોવા તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી.
✨ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સફાઈ ત્યાં તંદુરસ્તી! ✨
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા "સફાઈ અપનાવો, બિમારી ભગાવો" ના સંકલ્પ સાથે શહેરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો.
🤝 સફાઈની શરૂઆત આપણા પોતાનાથી કરીએ!
શહેરીજનોને ઘરઆંગણે જ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે માન. મેયરશ્રી ધર્મેશ ડી. પોંશીયાના હસ્તે શહેરમાં આઠમાં *‘ડો. શ્યામા પ્રસાદ મુખર્જી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર’* નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
શહેરીજનોને ઘરઆંગણે જ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે માન. મેયરશ્રી ધર્મેશ ડી. પોંશીયાના હસ્તે શહેરમાં આઠમાં *‘ડો. શ્યામા પ્રસાદ મુખર્જી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર’* નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જૂનાગઢને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે માન.મ્યુનિસિપલ કમિશનરશ્રી પ્રભવ જોષી દ્વારા વિવિધ મિયાવાકી ગાર્ડનની મુલાકાત લેવામાં આવી.
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત શહેરમાં ૨.૫૦ લાખથી વધુ વૃક્ષો વાવવાનું ભવ્ય આયોજન છે.
જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક તમામ હેલ્થ સેન્ટર માંથી અભૂતપૂર્વ સિદ્ધિ ટીંબાવાડી હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ સફળ પ્રસૂતિ! ✨🏥
જૂનાગઢના નાગરિકોને સ્થાનિક સ્તરે જ ઉત્કૃષ્ટ અને મફત તબીબી સુવિધાઓ આપવાના આશયથી અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર, ટીંબાવાડી ખાતે પ્રસૂતા વિભાગ શરૂ કરાયો છે.
જૂનાગઢ મનપા કમિશનરશ્રી પ્રભવ જોષી દ્વારા ચોમાસા દરમિયાન શહેરના માર્ગોની સ્થિતિ સુધારવા માટે સઘન નિરીક્ષણ! 🚧🌧️
ચોમાસાની ઋતુમાં નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કમિશનરશ્રી દ્વારા આજે બહાઉદ્દીન કોલેજ રોડ, રાજલક્ષ્મી પાર્ક, બિલનાથ મંદિર રોડ સહિતના વિસ્તારોની મુલાકાત.
જૂનાગઢમાં પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશનો પ્રારંભ! જી. આજ રોજ જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસિ્પટલ ખાતે મેયરશ્રી ધર્મેશભાઈ પોશીયા અને ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી આ રાષ્ટ્રીય ઝુંબેશની શરૂઆત કરવામાં આવી.
જૂનાગઢની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કમિશનરશ્રી પ્રભવ જોષી, ડે. મેયરશ્રી આકાશભાઈ કટારા તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં નવપ્રવેશી ભૂલકાઓનું શૈક્ષણિક કીટ આપી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.
🧘♂️ જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી! ✨
આજે ૨૧મી જૂને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવર ખાતે મુખ્ય કાર્યક્રમ અને શહેરના તમામ ૧૫ વોર્ડમાં સામૂહિક યોગાભ્યાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું...
બાળકોનું સ્વાસ્થ્ય અને સુવિધા એ જ અમારી પ્રાથમિકતા! 🥦
આજે ઝાંઝરડા આંગણવાડી કેન્દ્રની ઝીણવટભરી તપાસ હાથ ધરી.
🧼 સ્વચ્છતાના ધોરણોની ચકાસણી
🍲 પૌષ્ટિક આહારની વ્યવસ્થાની સમીક્ષા
બાળકોના સર્વાંગી વિકાસ માટે દરેક સ્તરે ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.
નવું ઘર, નવી શરૂઆત! 🏠✨
જૂનાગઢ મહાનગરપાલિકા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના સથવારે આજે જૂનાગઢના અસંખ્ય પરિવારોનું 'પોતાના ઘરનું સપનું' સાકાર થયું છે. આવાસ મેળવનાર પરિવારોના ચહેરા પરની આ ખુશી અને સંતોષના પ્રતિભાવો જ અમારી સાચી મૂડી છે.
#Junagadh
જૂનાગઢમાં સુશાસનના ૧૨ વર્ષની શાનદાર ઉજવણી! 🌟✨
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ 'સુશાસન, સેવા અને વિકાસ'ના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડૉ. આંબેડકર ભવન ખાતે "જન કલ્યાણ શિબિર" યોજાયો. 🙌
#Sushasan
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને વિકાસ કામોને વેગ! 🌧️🚜
આગામી વર્ષાઋતુને ધ્યાને લઈ ભૂગર્ભ ગટરના કામોને લીધે તૂટેલા રસ્તાઓના રિસ્ટોરેશન અને સી.સી. પેચવર્ક અને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે વોંકળા સફાઈ અને રોડ રસ્તાઓની કામગીરીનું નિરીક્ષણ.