આજરોજ તા.૦૩/૧૦/૨૦૨૬ ના "સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય)" કાર્યક્રમ માંગરોળ તાલુકાનાં લીમોદરા તા.માંગરોળ ખાતે કરવામાં આવ્યો. જેમાં માન.ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, તા.પં.પ્રમુખશ્રી, તા.પં.માંગરોળના સદસ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
આજરોજ તા.૨૯/૦૯/૨૦૨૬ ના "સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય)" કાર્યક્રમ માંગરોળ તાલુકાનાં હથુરણ તા.માંગરોળ ખાતે કરવામાં આવ્યો. જેમાં તા.પં.માંગરોળના સદસ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
આજે તારીખ 24-9-2026 ના રોજ "સેવા મેરા યોગદાન " અને "સેવા સંકલ્પ અભિયાન " અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ , તા.માંગરોળ જી.સુરત ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવા આવ્યું અને શિબિરનું ઉદઘાટન તા.પં. પ્રમુખ શ્રીમતી સંગીતાબેન ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.
આજરોજ તા.૨૪/૦૯/૨૦૨૬ ના માંગરોળ તાલુકાની મહુવેજ ગ્રામ પંચાયત અને હથુરણ ગ્રામ પંચાયતની મુલાકાત કરવામાં આવી અને સરકારશ્રીની "વતન પ્રેમ" યોજના અન્વયે વધુ દાતા સહભાગી થાય તે અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા.
આજરોજ તા.૨૪/૦૯/૨૦૨૬ ના "સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય)" કાર્યક્રમ માંગરોળ તાલુકાનાં સીમોદરા તા.માંગરોળ ખાતે કરવામાં આવ્યો. જેમાં પ્રમુખશ્રી તા.પં.માંગરોળ,જીલ્લા સદસ્યશ્રી, તા.પં.માંગરોળના સદસ્યશ્રીઓ તથા ���ધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેલાછા તા.માંગરોળ દ્વારા પી પી સવાણી યુનિવર્સિટીમાં આયુર્વેદિક કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કુલ 134 બોટલ બ્લડ દાતાઓ દ્વારા ડોનેટ કરવામાં આવ્યું
રાજ્ય સરકારશ્રીના #SevaSankalpAbhiyan અંતર્ગત આજરોજ માંગરોળ તાલુકા પંચાયત ખાતે ખાસ સ્વચ્છતા સેવાનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનમાં કચેરીના તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ સક્રિયપણે જોડાઈને શ્રમદાન કરી ઓફિસ અને પરિસરની સફાઈ કરવામાં આવી.
આજરોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે "સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ" અંતર્ગત માંગરોળ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી.
આજરોજ માંગરોળ તાલુકા પંચાયત કચેરીના પટાંગણ માં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે 80 માં સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તથા ગ્રામજનો અને તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ હાજર રહ્યા.