Official Twitter handle for the office of SMC Mayor, Shri Daxesh Kishorbhai Mavani. Let's join together to make Surat a Smart City. RTs not endorsements.
આજ રોજ માન. મેયરશ્રી દક્ષેશ માવાણી અને માન. સમિતિ અધ્યક્ષશ્રી રાજન ભાઈ પટેલ દ્વારા ખાડી પૂર અસરગ્રસ્ત ચોર્યાસી ડેરી-પરવતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી. સફાઈ, આરોગ્ય, અને ઈજનેરી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી.
તથા મોડલ ટાઉન પાર્ક, સારોલી આજુબાજુ પાણી ઉતરતા યુદ્ધના ધોરણે જે ઝોનની ટીમ,આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ દ્વારા સફાઈ કાર્ય, દવાનો છંટકાવ, જરૂરી દવાઓનો વિતરણ સહિતની તમામ રાહત કામગીરી ખડે પગે થઈ રહી છે . જે કામગીરીનું માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ નિરીક્ષણ કયુ હતું. (2/2)
આજરોજ માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ કુંભારીયા ગામ અને સારોલી ગામ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ લાગત અધિકારીઓને જરુરી સુચનો કરેલ હતા (1/2)
આજરોજ માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ ઉધના ઝોન વિસ્તારના સંજય નગર આવાસ ખાતે અસરગ્રસ્તોને ભીમ નગર શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ હતા. જેઓની સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ અસરગ્રસ્તોને ફૂડ પેકેટ સહિત જરૂરી વ્યવસ્થા બાબતે સૂચના આપી. (1/2)
સુરત મહાનગરના સણિયાહેમદ ગામમાં વરસાદના પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની કોર્પોરેટરશ્રી, આગેવાનો, સ્થાનિક નાગરિકો તથા અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. સ્થળ પર જીવનજરૂરી ચીજવસ્તુઓ, શુદ્ધ પીવાનું પાણી અને અનિવાર્ય સેવાઓ વહેલી તકે પહોંચે તે માટે તાત્કાલિક જરૂરી સુચનાઓ આપવામાં આવી. (1/2)
માન. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ 18-01-2025 એ મોટા વરાછા વિસ્તારમાં દબાણના કારણે ઉદભવતી ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે નિરીક્ષણ કરી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરી ત્યારબાદ સ્થાનિકોને પડતી સમસ્યાઓના નિવારણ માટે યોગીચોક વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી હતી.
"સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી"
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે તા.૧૨/૦૧/૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૮.૩૦ કલાકે દયાળજી બાગ, નાનપુરા, સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જયપુર રાજસ્થાન ખાતે જયપુર સ્થાપના દિવસના ઉપ્લક્ષમાં સમગ્ર દેશમાંથી વિવિધ શહેરોના મેયરશ્રીઓ તેમજ પ્રતિનિધિઓ એ જયપુર મહોત્સવ માં હાજરી આપી હતી.
જયપુર સ્થાપના મહોત્સવ દરમિયાન જયપુર શહેરને સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક ધરોહર ભવ્ય વિરાસત ને નજીક થી જાણવાનો અવસર પ્રાપ્ત થયો.
સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિ અધ્યક્ષશ્રી વિજયભાઈ ચૌમાલ સાથે જયપુર મહોત્સવમાં હાજરી આપી હતી.
જ્યાં રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કિસનરાવ બાગડે, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી શ્રી પ્રેમચંદ બૈરવ જી સાથે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી જીની મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી એ સુરત શહેરના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સ્વચ્છતા ક્ષેત્રે કરેલ પ્રગતિ વિશે સરાહના કરી હતી. વિશેષ કરીને સુરત મહાનગર પાલિકા ના સ્વચ્છતા કર્મીઓ રાત્રિ દરમિયાન સફાઈ કાર્ય કરે છે તેની સહ વિશેષ નોંધ લેવાય હતી.
13Decએ Councilor & Deputy Mayor of Harrow, UK, Ms Anjana Patel કે જેઓ મુળ હિન્દુ ગુજરાતી ભારતીય છે.તેઓએ સુમનપા મુગલીસરા ખાતે મા.મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, મા.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ,મા.સ્થા.સ.અઘ્યક્ષશ્રી રાજન પટેલ,પદાધિકારીશ્રીઓ& મ્યુ.સદસ્યશ્રીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી
મધ્યપ્રદેશ ના દેવાસ ખાતે (AICM) ALL INDIA COUNCIL OF MAYORS ની યોજાયેલ કોન્ફરન્સ મિટીંગમાં શહેરના પ્રથમ નાગરિક એવા માન.મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને AICM સંસ્થા ધ્વારા સંસ્થા પ્રત્યે સક્રિય ભાગીદારીને ધ્યાને લઈ AICM ના એકઝીકયુટીવ કમિટીના Vice Chairman તરીકે નિયુકત કરવામાં આવેલ છે.
સુરત મહાનગરપાલિકા વરાછાઝોન B વિસ્તારમાં ખાડી કિનારે આવેલ કઠોદરા ગામ ખડસદ ગામ ગઢપુર રોડ લક્ષ્મીનગર સોસાયટી માં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ,સો. પ્રમુખશ્રીઓ સાથે પાણી ઉતરતા સફાઇ કાર્ય, આરોગ્ય વિભાગની ટીમ, તેમજ ભવિષ્યના આયોજન કરી સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપી.