ફરી જલ્દી મળીશું કહી ને છુટા પડેલા ત્યારે
સાથ છૂટયા પછી ફરી મળતાં બહુ વાર લાગી
કાગળ કલમ શબ્દો વેદના કલ્પના બધું હતું
છતાં શીર્ષક મુજબ લખતા બહુ વાર લાગી
રચના - જયકિશન દેવાણી
ઠેઠ છેવાડેથી આગળ આવતા બહૂ વાર લાગી
પૂરી કરી સફર મંજિલ પામતા બહુ વાર લાગી
અમે નતી લગાડી, બીજા કોઈએ લગાડી હતી
એટલે તો ઊંચી આગને ઠારતા બહુ વાર લાગી
વાર તહેવારે લોકો કહેતા ખૂબ સમજદાર છે
ખરા સમયે ખૂદને સમજાવતા બહુ વાર લાગી
राहें जहां तक जाएगी, राहगीर वहां तक जाएगा।
तुम दरिया से क्या पूछ रहे हो, नीर कहां तक जाएगा।
अरे खींच धनु की डोर, निशाना साधो अपनी मंजिल का।
बाकी बाद में देखेंगे कि तीर कहां तक जाएगा।