તાંતણાની પરંપરા સાથે વણાટથી પ્રગતિ સુધી!
દરેક હેન્ડલૂમ પ્રોડ્ક્ટ્સમાં મહિલા કારીગરોની મહેનત, પરંપરા અને આત્મનિર્ભરતાની કહાણી ગૂંથાયેલી છે. તેમની કળાને સન્માન આપીએ અને સ્વદેશી હેન્ડલૂમ ખરીદીએ.
Every handloom creation carries a story of tradition, dedication and women’s empowerment. Honour their craftsmanship by choosing Swadeshi and supporting local artisans.
#NationalHandloomWeek #MyHandloomMyPride #NariShakti #VocalForLocal #glpc #shg
સ્વદેશીની રાહે, આત્મનિર્ભરતાની સાથે.
નેશનલ હેન્ડલૂમ સપ્તાહમાં સ્થાનિક હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રાધાન્ય આપીએ. સ્વદેશી ખરીદીને મહિલા કારીગરોના હુનર અને રોજગારને પ્રોત્સાહન આપીએ.
Support local and strengthen self-reliance this National Handloom Week. Choose Swadeshi handloom products and empower women artisans through every purchase.
#NationalHandloomWeek #VocalForLocal #ChooseSwadeshi #glpc #shg #WomenEmpowerment
A follow-up meeting chaired by Ms. Prashasti Pareek, IAS, MD, GLPC, was held on 4th August 2026 with participating banks to review progress and discuss the roadmap for effective implementation of the Lakhpati Didi Sashaktikaran Yojana.
તા. 4 ઓગસ્ટ 2026ના રોજ શ્રીમતી પ્રશસ્તિ પારીક, IAS, મેનેજિંગ ડિરેક્ટર, GLPCના અધ્યક્ષસ્થાને સહભાગી બેંકો સાથે લખપતિ દીદી સશક્તિકરણ યોજનાની પ્રગતિની સમીક્ષા અને અસરકારક અમલીકરણની આગામી કાર્યયોજના અંગે બેઠક યોજાઈ.
#GLPC #LakhpatiDidi #SHG #WomenEmpowerment #FinancialInclusion #RuralDevelopment
હાથનો હુનર, નારીનું ગૌરવ!
નેશનલ હેન્ડલૂમ સપ્તાહ નિમિત્તે મહિલા કારીગરોની કળા, મહેનત અને સમર્પણને સન્માન આપીએ. સ્વદેશી હેન્ડલૂમ ખરીદીને તેમની આત્મનિર્ભરતાને સાથ આપીએ.
Celebrating the skill, dedication and pride of women artisans during National Handloom Week. Choose Swadeshi handloom and support their journey towards self-reliance.
#NationalHandloomWeek #glpc #shg #SupportWomenArtisans #ChooseHandloom VocalForLocal
📍 ભાવનગર જિલ્લાની મુલાકાત, મહિલા સશક્તિકરણ અને ટકાઉ આજીવિકા તરફ સતત પ્રયાણ.
શ્રીમતી પ્રશસ્તિ પારીક , IAS ,મેનેજિંગ ડિરેક્ટરશ્રી, જી.એલ.પી.સી. દ્વારા ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે સ્વસહાય જૂથો, ગ્રામ સંગઠન, સી.એલ.એફ. તથા પ્રોડ્યુસર ગ્રુપની મુલાકાત લઈ મહિલાઓ સાથે આજીવિકા પ્રવૃત્તિઓ, ડિજિટલ માર્કેટિંગ, કેશ ક્રેડિટ અને ગ્રામ હાટ અંગે સંવાદ કરવામાં આવ્યો.
મહુવા તાલુકામાં ખાખરા, અથાણાં, વુડન ટોયઝ, સોલાર ખાદી યુનિટ તથા ટેસ્ટિંગ લેબોરેટરીની મુલાકાત લેવામાં આવી. જિલ્લા પંચાયત, ભાવનગર ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે કામગીરી તથા લક્ષ્યાંકોની સમીક્ષા કરી, લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા અને મહિલાઓની આજીવિકામાં વૃદ્ધિ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
📍 Visit to Bhavnagar District | Empowering Women & Promoting Sustainable Livelihoods
During her visit to Bhavnagar district, Ms. Prashasti Pareek, IAS, Managing Director, GLPC, visited the Self-Help Groups (SHGs), Village Organization (VO), CLF and Producer Group at Patna village in Vallabhipur Taluka. She interacted with women members on livelihood activities, digital marketing, cash credit and Gram Haat initiatives.
In Mahuva Taluka, she visited the Khakhra Unit, Pickle Unit, Wooden Toys Unit, Solar Khadi Unit and Testing Laboratory. A review meeting was subsequently held at the District Panchayat, Bhavnagar, with district and taluka-level officials to assess progress against assigned targets. Necessary guidance was provided for timely achievement of targets and further enhancement of women's livelihoods.
#GLPC #GujaratLivelihood #Bhavnagar #WomenEmpowerment #SelfHelpGroup #LivelihoodPromotion #RuralDevelopment
@GlpcLivelihood@collectormahi@DDOMAHISAGAR@Drdamahisagar35@infomahisagar જેમાં નિયામકશ્રી (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી), તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા અને સ્વ સહાય જૂથની બહેનોને કેન્ટીન વ્યવસ્થા પૂર્વક ચલાવવા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવી.
આજ રોજ ગોધર તાલુકા ખાતે ખેતી આધારિત આજીવિકા વધારવા માટે કાજુ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં તાલુકા પ્રમુખશ્રી, તાલુકા ઉપપ્રમુખશ્રી, માન. નિયામકશ્રી (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) હાજર રહેલ હતા. જે અંતર્ગત બહેનોને કાજુની જાળવણી માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
A review meeting on the progress of the Gram Haat Initiative was held through VC under the chairmanship of Ms. Prashasti Pareek, IAS, Managing Director, Gujarat Livelihood Promotion Company Ltd. (GLPC) with all DRDA Directors.
The meeting focused on reviewing the implementation status of Gram Haat across districts, strategic directions were provided to ensure timely establishment and effective functioning of Gram Haats across Gujarat. Through the Gram Haat initiative, GLPC remains committed to creating sustainable market platforms that empower rural women entrepreneurs, promote locally made SHG products, and strengthen rural livelihoods.
ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રશસ્તિ પારીક , IAS ના અધ્યક્ષસ્થાને તમામ DRDA ડિરેક્ટરો સાથે ગ્રામ હાટ પહેલની વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગ્રામ હાટના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી તેમજ સમગ્ર ગુજરાતમાં ગ્રામ હાટની શરૂઆત અને અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યૂહાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું. ગ્રામ હાટ પહેલ દ્વારા GLPC ગ્રામ્ય મહિલા સ્વ-સહાય જૂથોની બહેનોને ટકાઉ બજાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ગ્રામ્ય આજીવિકાને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રતિબદ્ધ છે.
#GramHaat #GLPC #DAYNRLM #SelfHelpGroups #WomenEmpowerment #RuralDevelopment #Livelihoods #MarketLinkages #vocalforlocal