24-02-2026 ના રોજ SURAT RTO Office દ્વારા શ્રી દુર્ગારામ મંછારામ મહેતા પ્રા. શાળા નં.28, રૂદરપુરા ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી તથા “રાહવીર યોજના” અંગે PPT-વિડિયો દ્વારા હેલ્મેટ, રોડ સાઇન, બ્લેકસ્પોટ અને મોબાઇલ ઉપયોગ ન કરવા અંગે માર્ગદર્શન અપાયું.
SURAT RTO Office દ્વારા તા. 10-02-2026ે ઇચ્છાપોર-1 પ્રા.શાળા નં.393 ખાતે 180 વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અને “રાહવીર યોજના” અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
“ગોલ્ડન અવર”માં 108 પર કોલ કરી ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000 ઇનામ અને સન્માનપત્ર. મદદ કરનારને કોઈ પોલીસ પૂછપરછ નહીં.
SURAT RTO Office દ્વારા તા. 11-02-2026ે વાલક પ્રાથમિક શાળા, કામરેજ ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અને “રાહવીર યોજના” અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
PPT, અકસ્માત વિડિયો, બ્લેકસ્પોટ, રોડ સાઇન, હેલ્મેટ, CPR, ફર્સ્ટએડ કિટ અને મોબાઇલનો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી.
NRSM-2026 અંતર્ગત RTO સુરત દ્વારા Dr. S. & S. S. Ghandhi Govt. Polytechnic College, Surat ખાતે “શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન” થીમ પર રોડ સેફ્ટી સેમિનાર યોજાયો. ટ્રાફિક નિયમો, જીવનરક્ષક દ્રષ્ટાંતો સાથે રાહવીર યોજના અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું.
જામનગરના ખીજડિયા બાયપાસ પાસે ટેન્કર અને બસનો અકસ્માત થતાં ફરજ પર હાજર આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર શ્રી ડી.આર.પ્રજાપતિ દ્વારા અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરવા માટે વ્યવસ્થા કરી ટ્રાફિકને પૂર્વવત ચાલુ કરાવવામાં આવેલ. @GRSAofficial@COTGuj_office@CollectorJamngr
17-01-2026: Surat RTO દ્વારા Ashadeep Group of School ના ધોરણ 11–12 ના 400 વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અને રાહવીર યોજના અંગે માર્ગદર્શન.
Golden Hour મહત્વ, 108 કોલ, હેલમેટ ઉપયોગ, મોબાઈલ નહીં.
અકસ્માતમાં મદદ કરો—₹25,000 ઇનામ, કોઈ પોલીસ પૂછપરછ નહીં.
RTO Office Surat દ્વારા National Road Safety Month–2026 અંતર્ગત તા. 18-01-2026 ના રોજ વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
રેડિયમ રિફ્લેક્ટરનું મહત્વ, ઈન્સ્યોરન્સ, PUC તથા રાહવીર યોજના અંગે માહિતી આપવામાં આવી અને ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ લગાવવામાં આવ્યા.
સફર સુરક્ષિત રાખવા માટે ફરજિયાત ચેક:
બ્રેક અને બ્રેક ફ્લુઈડ, ટાયર પ્રેશર/કન્ડિશન, એન્જિન ઓઇલ-કૂલન્ટ લેવલ, લાઈટ-ઇન્ડિકેટર-હોર્ન, વાઈપર.
તા. 18-01-2026 ના રોજ વાહન ચાલકોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. રેડિયમ રિફ્લેક્ટર, ઈન્સ્યોરન્સ, PUC તથા રાહવીર યોજના અંગે માહિતી
RTO OFFICE SURAT દ્વારા તા: 08-01-2026 ના રોજ આરટીઓ કચેરી સુરત ના ઇન્સ્પેક્ટર શ્રી દ્વારાં વાહન ચાલકોને સલામત પરિવહન અંતર્ગત અને રોડ અકસ્માત અટકાવાના ના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી. જેમાં,"રાહ વીર યોજના"અંગે માહિતી આપવામાં આવી.
NRSM 2026- તા 9/1/2026 ના રોજ સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ, આરટીઓ સુરત તેમજ આરટીઓ બારડોલી ના સંયુક્ત ઉપક્રમે કામરેજ ખાતે આવેલ શ્રી વશિષ્ટ વિધાલય સ્કૂલમાં હેલ્મેટ, સિટબેલ્ટ, ટ્રાફીક રુલ્સ,"રાહવીર યોજના" તેમજ "બ્લેક સ્પોટ" વિશે સમજ આપવામાં આવી.
રસ્તા પર ચાલનાર દરેક રાહદારી કે વાહનચાલક પોતાના ઘરે સુરક્ષિત પહોંચે એ જરૂરી છે.
ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાય, કોઈનો જીવ ન જોખમાય, એ માટે સુરત RTO ટીમે રાહદારી વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ બાંધીને સુરક્ષા અને જાગૃતિનો સંદેશ આપ્યો.
આ સુંદર પહેલ માટે ટીમના સૌ સભ્યોને હાર્દિક અભિનંદન. આ એક નાની પહેલ અનેક જિંદગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.
રસ્તા પર સલામતી માત્ર નિયમો સુધી સીમિત નથી, તે માનવતા, સમયસૂચકતા અને જવાબદારીનું પ્રતિબિંબ છે.
RTO Surat ટીમની કામગીરી સાબિત કરે છે કે સજાગતા અને સંવેદનાથી રસ્તાઓ વધુ સુરક્ષિત બની શકે છે.
RTO સુરત ટીમને આ માનવતાભર્યા અને પ્રશંસનીય કાર્ય બદલ હૃદયપૂર્વક અભિનંદન.
શહેરીજનો આનંદ, ઉત્સાહ અને સલામતીપૂર્વક મકરસંક્રાંતિ તહેવાર ઉજવી શકે તે માટે આરટીઓ સુરત ટીમ દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો ને સેફ્ટી નેક બેલ્ટ બાંધી તહેવારની શુભેચ્છા પાઠવી હતી.@sanghaviharsh@pravinmalibjp@COTGuj_office@GRSAofficial
On this auspicious festival of kite,RTO SURAT humbly request to all citizens please don’t open sunroof while driving. It is very dangerous for your loved once.
#staysafe#stayalert#HappyMakarSankranti
On National Army Day, we salute the courage, discipline, and unwavering commitment of the brave men and women of the Indian Army.
Their selfless service and sacrifices stand as a pillar of our nation’s security, unity, and pride.
Grateful to our soldiers for protecting the sovereignty and honour of India - always.
#IndianArmyDay
RTO Surat- NRSM-2026 અંતર્ગત તા.15-01-2026 -વાહન ચાલકોને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.રેડિયમ રિફ્લેક્ટર, ઇન્સ્યોરન્સ, PUC અને રાહ વીર યોજના અંગે માહિતી આપી ટ્રાન્સપોર્ટ વાહનોમાં રેડિયમ લગાવવામાં આવ્યું. @GRSAofficial@pravinmalibjp@sanghaviharsh@COTGuj_office
આજરોજ તારીખ 12-1- 2026 ના આરટીઓ સુરત ના સમોવાની શ્રી એ.એ.સવાણી રોડ ઉપર રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા હતા તે દરમિયાન એક બાઈક સવાર સ્લીપ થઈ જતા તુરંત જ ત્યાં પહોંચી પ્રાથમિક સારવાર આપી સાચા "રાહવીર" ની ભૂમિકા ભજવેલ છે.
ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. ગુજરાત રાજ્યના અને પરિ વહન વિભાગના વિકાસ માટે આપનું નેતૃત્વ હંમેશા પ્રેરણાસ્રોત બની રહે.