આજ રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામે માનનિય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી, માનનીય નિયામક સાહેબશ્રી, જેમાં બહેનો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ નિહાળવામાં અને બહેનોને પોતાની બનાવેલ વસ્તુનું પૂરું માર્કેટ મળી રહે તેના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું
સખી ક્રાફ્ટ બજારમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલી હસ્તકળાનો ઉત્સવ નજરે પડે છે. દરેક સ્ટોલ અને દરેક સખીબહેન પાસે પોતાનું સપનું છે અને વાત છે પોતાની આત્મ નિર્ભરતાની.
અહીં રોજેરોજ જુદાં જુદાં સ્ટોલ્સમાં તમને સતત નવીનતા સાથેની હસ્તકળા, ઓર્ગેનિક ઉત્પાદનો, હાથબનાવટના ઉત્પાદનો અને પારંપરિક નાસ્તાઓ સાથેનું વૈવિધ્ય જોવા મળશે. સાથે જ સ્વદેશી ખરીદીનો આનંદ તો ખરો જ!
સખી ક્રાફ્ટ બજાર— જ્યાં કળા જીવંત બને છે.
આવો, મુલાકાત લો… આ મોકો ચૂકશો નહીં.
📍 સખી ક્રાફ્ટ બજાર
📅 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026
📌 સ્થળ: ધોરડો, કચ્છ
#SakhiCraftBazaar #VocalForLocal #DhordoKutch #shgwomen #glpc
કેવલ સખી મંડળની રચના વર્ષ 2007માં કરવામાં આવી હતી. મંડળે આજ દિન સુધી સતત 19 વર્ષથી દર મહિને બીજી તારીખે નિયમિત મિટિંગ યોજી છે, જે પોતે જ એક પ્રશંસનીય બાબત છે. મંડળ દ્વારા પંચ સૂત્રનું કાયમી અને નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે છે.
આજ રોજ રામપરા ગામમાં ગ્રામિણ વિકાસ મંત્રાલય, ભારત સરકારના માન. મંત્રીશ્રી દ્વારા VB-G RAM G અંગે કરવામાં આવેલ પત્ર સ્વ-સહાય જૂથોના તમામ સભ્યો સુધી પહોંચાડવામાં આવ્યો.
માનનીય કેબિનેટ મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગ શ્રી કુંવરજીભાઈ બાવળિયાની સોમનાથ જિલ્લાની યાત્રા દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં તેમના વરદ હસ્તે PMY ના લાભાર્થીને ચાવી અર્પણ કરી તેનું લોકાર્પણ કર્યું તથા shg ના બહેનોને લોન ધિરાણના ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ભારત સરકારની માર્ગદર્શિકા હેઠળ ગુજરાત સરકાર અંતર્ગત ગુજરાત લાઇવલિહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા ગુજરાતભરમાં મહિલા સશક્તિકરણ માટે વિવિધ પહેલો અવિરત રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે. આ પહેલોના માધ્યમથી રાજ્યની મહિલાઓને ‘લાખપતિ દીદી’, ‘ડ્રોન દીદી’ તેમજ સ્વાવલંબી ઉદ્યોગસાહસિક તરીકે વિકસાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
#WomenEmpowerment #LakhpatiDidi
#VocalForLocal #shgwomen #glpc
આજે કચ્છના ધોરડો ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા ના વરદ્હસ્તે સખી ક્રાફ્ટ બજારનું ભવ્ય ઉદ્ઘાટન થયું. 🌾✨
કચ્છના ધોરડો ખાતે આવેલું આ વિશાળ બજાર 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 સુધી ચાલશે — જ્યાં પરંપરા, હસ્તકળા અને સખી બહેનોની સર્જનશીલતા એક સાથે ઝળહળે છે.
અહીં તમને મળશે:
👜 હેન્ડમેઝ બેગ્સ
🧵 કુશળ હેન્ડલૂમ અને હસ્તકલા
🍪 પરંપરાગત સ્વાદિષ્ટ નાસ્તા અને હાથબનાવટની ઘરગથ્થુ વસ્તુઓ
🌿 નેચરલ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ
🎨 કચ્છની અનોખી કળાની ઝલક
ધોરડો આવીને અનુભવશો — જ્યાં કારીગરી માત્ર વસ્તુઓ નથી, જીવનજીવિકાનું સ્વાભિમાન છે.
હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી
#SakhiCraftBazaar #RannUtsav #KutchCrafts #SHGWomen #HandmadeInGujarat #VocalForLocal #SwadeshiSpirit #KutchTourism #CraftCulture #TraditionalArt #RannOfKutch #shgwomen #shggujarat #glpc
ઘરેથી સિલાઈ કામ કરતી આ બહેનની પરિસ્થિતિ સરળ નહોતી.
ઘરનું ગુજરાન ચલાવવા મુશ્કેલી પડતી હતી.
સખી મંડળની બચતથી સહાય લીધી, પછી વાસણો અને જરૂરી સામાન ખરીદ્યો. સરસ નાસ્તા બનાવવાનું શરૂ કર્યું — અને કોલેજના વિદ્યાર્થીઓને ઘણો ગમ્યો. આજે તેઓ ટિફિન સેવા પણ ચલાવે છે અને તે ખૂબ સારી રીતે ચાલી રહી છે.
🌼 આ બહેન મહેનત અને આત્મવિશ્વાસની જીવંત પ્રેરણા છે.
#mangalamcanteen #SakhiMandal #InspiringJourney #CateringBusiness #SatvikFood #HomestyleCooking #shggujarat #shgwomen #glpc
@narendramodi@cmogujarat@kunvarjibavalia@MLASanjaysinh