This is the price chart of fuels from Shell Fuels @Shell !
Soon Indian fuel pumps won’t ask ‘petrol or diesel?’ — they’ll ask ‘EMI or full payment? At this point, petrol isn’t a fuel anymore, it’s a luxury subscription service with dynamic pricing.
પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ એ હાલમાં દ્રાક્ષ ખાટી છે એના જેવા બણગા થયા ! સરકારે ખરા અર્થમાં હવે વ્યૂહાત્મક રીતે પુરવઠા વિશે વાત મૂકવી જોઈએ. સૌરાષ્ટ્રના દરેક પંપ ખાલીખમ જોવા મળે છે હજી તો કોઈએ ભાગદોડ કરીને સંગ્રહખોરી પણ ચાલુ નથી કરી છતાં તળિયાઝાટક હાલત છે. @Bhupendrapbjp
સરકાર ઈંધણની બચતના બૂંગણા ફૂંકે છે,બચત કરવી જ જોઈએ પરંતુ વાત કઈક અલગ છે,વાસ કઈક આવે છે રંધાઈ કઈક અલગ રહ્યું છે. રાજ્યભરમાં ડીઝલની અછત છે.પેટ્રોલમાં લાંબી કતારો જોવા મળે છે.વર્ક ફ્રોમ હોમના પણ વહાણ વેતા કર્યા છે. આ તો હવે બચત નહીં પણ દ્રાક્ષ ખાટી છે એના જેવું થયું. @kathiyawadiii
અખબારનું લખાણ અને કલ્યાણના વાક્યો વાચતા લાગે છે કોઈ ગુંડો ‘ પાણી આવે એ પહેલા પાળ બાંધી રહ્યો છે’.
આ એકવીસમી સદી છે અહીં પ્રથમ દૃષ્ટિએ જોયેલું ૯૦% કિસ્સાઓમાં ખોટું સાબિત થાય છે !
આ તો કેવું એલિટ ક્લાસ (પ્રવર વર્ગ)ના લોકો વર્ષના વચલા દિવસે એકાદ આવી મુસાફરી/અપીલ કરે એટલે સરકાર કઈક સુધાર લાવે,હજી આ તો વૉલ્વો છે ભાવનગરની GSRTC ની બીજી ઘણી બસો કાર્યરત હશે તેમા મુસાફરી કરી હોય તો અધધ થઈ જવાય! પરંતુ હકીકત એ છે ભારતનો સામાન્ય માણસ આ બધી મુશ્કેલીઓથી ઘડાય ગયો છે.
સોમવારે તારીખ 6 એપ્રિલ 2026 ના રોજ GPSC અધ્યક્ષ અને સચિવને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
"હું કોન્ટેમ્પટ તો ISSUE કરીશ જ પણ તેઓને એક વાર સાંભળ્યા બાદ કરીશ."
@kathiyawadiii યુદ્ધ ચારે કોર હાલે છે !
નામદાર અદાલત દ્વારા આજે GPSC ને રોડ પર રજળતી હોય તે રીતે પોતાની સંસ્થાગત ભાન આપવી છે. સાચા જવાબ માટે આવડી ૮ માળી સંસ્થા અગતપગત જવાબ ઝીંકે છે એક પણ પુસ્તક ઉપર નિર્ભર નથી.પત્તાનો મહેલ પણ આનાથી વધુ મજબૂત હોય છે GPSC ની ગુણવત્તા અનહદ હદે નીચે પડી છે.
@Hasmukhpatelips@kathiyawadiii
બંને ઇન્ટરવ્યુ થઈને કુલ કેટલા ઉમેદવાર હતા એ પણ લખો એટલે ભોળી જનતા ભોળવાય ન જાય. મિત્રો બંને થઈને કુલ ૧૩ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા છે જેમાં બાણ માર્યા જેવડી વાત ઝીંકે છે ! રાજનૈતિક સંસ્થા હોય એવો ભાસ આવે છે !
આજે જૂજ બેરોજગાર જૂથ દ્વારા શહેરમાં મેં હમણાં અમુક નારાઓ/સૂત્રોચાર જોયો જેમાં હોલિકા દહન અને આ તહેવાર નિમિત્તે તેઓએ પાકિસ્તાન મુર્દાબાદના બરાડા પાડ્યા! આવું જ રહ્યું તો આવનારી પેઢી તહેવારમાં છુપાયેલ અને ભારતીય ઋતુ આરોગ્ય ચક્ર સાથે જોડાયેલ એક ચોક્કસ મહત્ત્વ ગુમાવશે .
તમામ સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારનું પીઠું બની ગઈ છે,પછી તે છેવાડાનો જિલ્લો હોય કે અગ્રીમ! એમાય ઓફિસમાં વધુ પડતું ભગવાનનું નામ જપનાર ને મંદિરના ફેરા લેનાર તો મોભીઓ હોતા હોય છે. પ્રાથમિક શાળા જેવી જૂજ માત્ર સરકારી ઇમારતો આ બધામાંથી બાકાત છે એમ કહી શકાય!
વાહ વાહ …
હજી આ નાણાકીય પ્રવાહ ઉપર સુધી જતો હશે એની ટકાવારી પણ બાર આવવી જોઈએ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો અને લોકચાહીના ધારાસભ્યો પણ ભાગીદાર તો હશે જ ને !
સાથોસાથ ભ્રષ્ટાચારમાં પૈસા દેનાર પણ ગુનેગાર છે તો એ નામો પણ બાર લાવો !