મોટી મોટી વાતો કરતા હર્ષ સંઘવીના સુરતના વરાછા વિસ્તારમાં ‘મૌલિક’ નામનો આ વ્યક્તિ ઓફિસમાં બેસાડી વ્યક્તિને ઢોર માર મારી રહ્યો છે.
રાજ્ય સરકાર છે કટિબદ્ધ, વ્યાજખોરીનું દૂષણ થશે બંધ" જેવા દાવા તો માત્ર સોશિયલ મીડિયા અને ભાષણો પૂરતા જ સીમિત રહી ગયા છે ભાજપના શાસનમાં.
જમીની વાસ્તવિકતા એ છે કે સુરતના વરાછામાં વ્યાજખોરો પોતાની ઓફિસમાં જ વ્યક્તિને ઢોર માર મારીને કાયદાના ધજાગરા ઉડાડી રહ્યા છે.
એક તરફ તંત્ર કેમ્પો યોજીને ધિરાણ વહેંચવાના ફોટોશૂટમાં મસ્ત છે, તો બીજી તરફ વ્યાજખોરો બેફામ બનીને સામાન્ય માણસની ચામડી ઉતારવામાં વ્યસ્ત છે.
વ્યાજના હપ્તા સાથે ઓફિસમાં મળતો આ 'લાત-મુક્કા'નો માર બતાવે છે કે વ્યાજખોરોને પોલીસનો સહેજ પણ ખૌફ રહ્યો નથી.