Cabinet Minister of Agriculture and Farmers Welfare, Cooperation, Protocol, Fisheries, Animal - Govt. of Gujarat | MLA Bhavnagar West | Former President
A historic first. 🏏🇮🇳
Team India Women become the first-ever women’s side to conquer Lord’s in a Test, delivering a complete all-round performance worthy of the history books.
#WomenInBlue
ઊંઝાના 'જીરું' અને 'વરિયાળી' ને મળ્યો GI ટેગ
ઊંઝાના પ્રસિદ્ધ 'જીરું' અને 'વરિયાળી'ને મળેલો GI ટેગ ખેડૂતો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્ર માટે ગૌરવની ઐતિહાસિક સિદ્ધિ છે.
આ વૈશ્વિક માન્યતા ઊંઝાના મસાલાની અસલિયત, ગુણવત્તા અને આગવી ઓળખને વિશ્વભરમાં વધુ મજબૂત બનાવશે, સાથે જ નિકાસ, રોજગાર અને ખેડૂતોની આવકમાં નવા અવસરો સર્જશે.
ગુજરાતના કૃષિ સામર્થ્યનો સુવાસ હવે સમગ્ર વિશ્વમાં પ્રસરશે.
એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાજીના પૂજ્ય પિતાશ્રી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન સ્વયંસેવક તથા પ્રખર સમાજસેવક શ્રી નંદકિશોર ગોયન્કાજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં ચિરશાંતિ અને સદગતિ અર્પે તેમજ શોકસંતપ્ત પરિવારજનો, સ્વજનો અને તેમના અસંખ્ય શુભેચ્છકોને આ અપૂરણીય વિયોગ સહન કરવાની શક્તિ, ધૈર્ય અને સંબળ પ્રદાન કરે તેવી ભાવપૂર્ણ પ્રાર્થના.
ૐ શાંતિ🙏
Heartiest congratulations to India's young science champions for bringing glory to the nation by winning Gold Medals at the 56th International Physics Olympiad 2026!
A special congratulations to Svarit Joshi from Ahmedabad, whose outstanding achievement on the global stage has made Gujarat and the entire nation proud.
May this remarkable success inspire countless young minds to pursue excellence in science, innovation, and research, and contribute to building a brighter future for India.
Congratulations and best wishes for many more achievements ahead!
આભાર રાધનપુર…. 🙏
ઉત્તર ગુજરાતના રાધનપુર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે બનાસ બેંકની નવી રાધનપુર શાખા, APMC કાર્યાલય, ખેડૂત આરામગૃહ તથા ઓપન ઓક્શન શેડના લોકાર્પણ પ્રસંગની ઝલક…
આ વેળાએ તિરંગા યાત્રા દ્વારા કરવામાં આવેલ ઉષ્માભર્યું સ્વાગત, આત્મીય સન્માન અને અપાર સ્નેહ બદલ રાધનપુર તેમજ આસપાસના વિસ્તારના ધરતીપુત્રો, યુવાનો અને સર્વે વતનીજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આપ સૌનો પ્રેમ, વિશ્વાસ અને આત્મીયતા મારા માટે લોકસેવા, ખેડૂત કલ્યાણ અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વધુ સમર્પિત ભાવથી કાર્ય કરવાની નવી ઊર્જા અને પ્રેરણાનું બળ છે.
ફરી એકવાર… દિલથી આભાર, રાધનપુર!
પર્યાવરણનું સંરક્ષણ એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબની પ્રેરણા અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજીના દિશાદર્શનમાં અમદાવાદનો આ વિશ્વવિક્રમ હરિયાળા ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
આજે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજી તેમજ સાથી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાથે ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર અને સાંતલપુર તાલુકા યુવા મોરચાના મહામંત્રી શ્રી શક્તિસિંહસિંહ સોઢાની "આંબાવાડી"ની મુલાકાત દરમિયાન આંબાની આધુનિક ખેતી, ઉચ્ચ ગુણવત્તાવાળા ફળોના ઉત્પાદન, બાગાયત ક્ષેત્રે અપનાવવામાં આવતી નવીન પદ્ધતિઓ તેમજ ખેડૂતોને વધુ આવક મળે તે માટેના વિવિધ વિષયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સરકારની યોજનાઓ અને ખેડૂતોને મળતા લાભો અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો.
ખેડૂતોની મહેનત, નવીનતા અને પ્રગતિશીલ અભિગમ ગુજરાતની કૃષિને વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આવા પ્રેરણાદાયી પ્રયાસો અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની રહેશે.
"પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ખેડૂતોએ વિકાસનું પ્રેરણાદાયી મોડેલ ઊભું કર્યું છે."
રાધનપુર ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી @ChaudhryShankarજીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસ બેંકની માર્કેટયાર્ડ રાધનપુર શાખાના નવીન મકાન, એપીએમસીના નવા કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ તથા ઓપન ઓક્શન શેડના ત્રિવિધ લોકાર્પણ કરીને ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કર્યું.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModiજીના નેતૃત્વમાં નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચતાં ખેડૂતોના વિકાસ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે.
ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત બનાવી ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.
રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjpજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પણ ખેડૂતોને વિવિધ સહાય અને યોજનાઓ દ્વારા વધુ સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છે.
રાધનપુર-સાંતલપુર વિસ્તારની મુલાકાત દરમિયાન ખેડૂતો અને પશુપાલકોની મહેનત તથા પ્રગતિથી ખૂબ પ્રભાવિત છું. ખેતી ક્ષેત્રે યુવાનોની વધતી ભાગીદારીને આવકારી પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને સોલાર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌને અનુરોધ કર્યો.
આ ત્રિવિધ લોકાર્પણ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી શ્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, એપીએમસી રાધનપુરના ચેરમેન શ્રી બાબુભાઈ ચૌધરી, પાટણ-બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આજે વહેલી સવારે રાધનપુર તાલુકાના બોરુડા ગામે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજીની વાડીની મુલાકાત લીધી. અહીં વાડીમાં પ્રાકૃતિક ખેતી અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમનો જે અદભુત સમન્વય જોવા મળ્યો, તે રાજ્યના દરેક ખેડૂત માટે એક ઉત્તમ અને પ્રેરણારૂપ મોડેલ છે.
મુલાકાતની શરૂઆતમાં રાસાયણિક ખાતરોના શ્રેષ્ઠ વિકલ્પરૂપે ઉપયોગમાં લેવાતા ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત, અગ્નિઆસ્ત્ર, નીમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવી સંપૂર્ણ પપ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓની કામગીરી નિહાળી.
જમીનની ફળદ્રુપતા જાળવવા અને રસાયણમુક્ત ખેતી તરફ આગળ વધવા માટે આ પદ્ધતિઓનો સચોટ ઉપયોગ ખરેખર સરાહનીય છે.
ત્યારબાદ પ્રાકૃતિક ખેતીના આધારે વિકસાવવામાં આવેલા આંબા, કમલમ્ (ડ્રેગન ફ્રૂટ), ચંદન તેમજ વિવિધ રવિ પાકોના સુઆયોજિત વાવેતર અને બગીચાઓનું નિરીક્ષણ કર્યું, જ્યાં પાક વૈવિધ્ય, પ્રાકૃતિક ખેતી અને વૈજ્ઞાનિક આયોજનનો સુંદર સમન્વય જોવા મળ્યો.
કૃષિની સાથે પશુપાલનને પણ સમાન મહત્વ આપીને અહીં પશુઓના ઉત્તમ પોષણ માટે બુલેટ ઘાસ અને બ્રાઝીલ ઘાસનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે. વાડીના આ શાંત અને પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે એક નાનકડી વાછરડી સાથે વિતાવેલી સ્નેહભરી ક્ષણોએ મનને અનેરી પ્રસન્નતા અર્પી.
પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકો અને પશુપાલનનો આ ત્રિવેણી સંગમ દર્શાવે છે કે જો જળ સંરક્ષણ અને સુઆયોજિત વ્યવસ્થાપન કરવામાં આવે તો ખેતી કેટલું ઉત્તમ પરિણામ આપી શકે છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે આવા નવતર પ્રયોગો ગુજરાતની કૃષિને વધુ સમૃદ્ધ, પર્યાવરણમૈત્રી અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
"પ્રગતિશીલ પશુપાલન થકી સમૃદ્ધ ગ્રામ અર્થતંત્ર તરફ" 🐄
રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) ગામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી @ChaudhryShankarજી સાથે પ્રગતિશીલ ખેડૂત શ્રી ગણેશભાઈ ચૌધરીના વધુ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયોના વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતા ઉછેરનું નિરીક્ષણ કર્યું.
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ તબેલા, પશુઓ માટે અનુકૂળ અને સ્વચ્છ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઢોરોને છૂટ્ટા વાતાવરણમાં ઉછેરવાની પદ્ધતિ પશુકલ્યાણ અને ઉત્પાદકતા બંને માટે પ્રેરણાદાયી છે.
આધુનિક પશુપાલન પદ્ધતિઓ અને પ્રગતિશીલ ખેડૂતોના પ્રયાસો ગુજરાતને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ રહ્યા છે. આવા સફળ મોડેલ વધુને વધુ ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની આત્મનિર્ભર અને સમૃદ્ધ ગ્રામ અર્થતંત્રના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
રાજ્યના ધરતીપુત્રો અને કૃષિ ક્ષેત્રના સૌ કર્મયોગીઓને હાર્દિક અભિનંદન.
આ એવોર્ડ ગુજરાતના લાખો પરિશ્રમી ખેડૂતોની મહેનતનું પરિણામ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના ઉત્કર્ષ અને સમૃદ્ધિ માટે સદાય કટિબદ્ધ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની કૃષિ વિકાસ યાત્રા રાષ્ટ્રીય સ્તરે અનુસરણીય બની છે, તે આપણા સૌ માટે આનંદની વાત છે.