સાહિત્ય,ફિલ્મ, ઉદ્યોગ, હાસ્ય, અધ્યાત્મ અને આત્મવિકાસ જેવા અનેક વિષયની એકીસાથે ગુણવત્તાયુક્ત જીવનલક્ષી માહિતી થકી શબ્દદેહે યાત્રા કરાવતું માસિક એટલે ઓ'જીવન.
ગમતું કામ કરવું અને જે કરો એને ગમતું કરી સફળતાની તરફ સહજતાથી આગળ વધાવતા ઓગસ્ટના અંકને તમારા તરફથી ખાસ પ્રેમ આપજો. ઓગસ્ટનો અંક લઈને આવી રહ્યો છે તમારા માટે સફળતાની ઉડાન ભરવા માટેની તૈયારી... શું તમે તૈયાર છો આ ખાસ અંક માટે?
#HelloAugust#GujaratiMagazine#Ojeevan
૧ વર્ષમાં અમે ફક્ત લોકો સુધી નહીં પણ વાચકોના હ્રદય સુધી પહોંચ્યા છીએ. તમારા હ્રદય સુધીની સફરમાં તમારા ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેના પ્રેમે અમારી મદદ કરી છે! જુઓ તમારા પ્રેમ અને અમારી ૧ વર્ષની યાત્રાની યાદગાર ક્ષણો! #OneYearCelebration#OneYearCompleted#Magazine#Ojeevan
શું તમને પણ સુંદર ચીતરડા ભમરડા કરવાનું ગમે છે? હા સાચું વાચ્યું તમે! જો તમને કળાથી પ્રેમ હોય અને હાથોમાં ઇલસ્ટ્રેશન કરવાની આવડત હોય તો ઓ'જીવન પાસે તમારી કળાને સોળે કળાએ ખિલવા માટે તક છે! અને એક મજાની વાત કે, તમે કામ ઘર બેઠા પણ કરી શકો છો! આજે જ અમને સંપર્ક કરો ૯૯૭૪૩ ૫૫૮૭૩
શું તમે લેખન અને વાંચનમાં રસ ધરાવો છો અને સાહિત્યના રસથી ધરાતા નથી? જો હા તો ઓ'જીવન પાસે તમારા માટે એક સુંદર તક છે તમારા રસને કારકિર્દીમાં ફેરવવાની... હા તમે બરાબર વાચ્યું! જો તમે તમારા લેખનને કામમાં પરિવર્તિત કરવા તૈયાર છો તો આજે જ સંપર્ક કરો અને જોડાઓ ઓ'જીવન સાથે!
#Ojeevan
ભારતે જગતના લોકોની તંદુરસ્તી કેળવવા બાબતે આપેલ અમૂલ્ય ભેટ એટલે યોગશાસ્ત્ર. આજે ભારતીય સંસ્કૃતિના આભૂષણ સમાન યોગવિદ્યાનો પરછમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફેલાયો અને ઉજવાય રહ્યો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ યોગ દિવસે તમારા પરિવારના તમામ સભ્યોનું જીવન નિરામય બની રહે એવી શુભેચ્છાઓ!
વાંચવાની આદત કરતા સારી આદત કઈ? અને એ પણ જો ગુજરાતી જેવી મધુર ભાષામાં મળી જાય તો વાત જ શું! તમારા પ્રિયજનોને આપો ૧૨ મહિનાની ૧૨ અમૂલ્ય ગુજરાતી લેખનથી ભરપૂર મેગેઝિન અને એમના જીવનમાં ભરી દો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મીઠાસ
#birthdaygift#anniversarygift#Ojeevan
પોતાના માટે સૌ જીવન નિર્વાહ કરતા જ હોય છે. પરંતુ આપણી આસ-પાસ એવા પણ ઘણા લોકો છે જે પરમાર્થ, પર્યાવરણ કે જીવમાત્ર માટે કંઈક કામ કરતા હોય છે. આ ઓજસભર્યું સન્માન અમારી તરફથી એક પ્રયાસ છે કે જેથી સમાજ આવા લોકો વિશે જાણે. જો તમને પણ એવા વ્યક્તિ કે સંગઠન વિશે ખબર હોય તો અમને tag કરો.
માતા-પિતાએ ભેટીને ઉછેર્યો એ કૃષ્ણ સૌને ભેટે છે, ગાય, કુબ્જા, સુદામા. એ નિર્ભેળ અને નિભેદ પ્રેમ છે. આજનાં બાળકો ભવિષ્યમાં ગાઢ પારિવારિક ભાવના કેળવે, એ માટે એમને શિક્ષણ કરતાં પણ આલિંગન વધારે જરૂરી છે. દરરોજ બાળકને ઓછામાં ઓછું એક વખત અકારણ ભેટો. બાળકોની ઉંમર ગમે તે હોય, વહાલ આપો.