આજ રોજ phc વેળાવદર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર મા સ્વસ્થ નારી સશકત પરિવાર અંતર્ગત કેમ્પ નું આયોજન કરવામાં આવેલ, જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ, બાળકો વગેરે મા આરોગ્ય તપાસ અને સારવાર તેમજ મહિલા સશક્તિ કરણ ને લગત કામગીરી કરવામાં આવેલ...
આજ રોજ phc વેળાવદર વિસ્તારના ગામ મા સ્વસ્થ માતા સશકત પરિવાર પખવાડિયા ની ઉજવણી ના ભાગરૂપે NCD, નિરામય દિવસ , મહિલાઓને થતી કેન્સર જેવી ગંભીર બીમારીઓ વિશે પોતે કઈ રીતે વહેલા તપાસ કરી શકે તેના વિશે પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ...
આજ રોજ નવાગામ પ્રાથમિક શાળામાં અને પંચાયત ના પીવાના પાણીના ટાંકામાં ક્લોરિન ટેસ્ટ નેગેટિવ આવતાં, તાત્કાલિક ક્લોરીનેશન કરાવેલ અને નિયમિત ક્લોરીનેશન કરવા માટે જણાવેલ..
આજ રોજ નવાગામ પ્રાથમિક શાળામાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવેલ, અને બાળકોને પોષણ યુક્ત ખોરાક, અંગત સ્વચ્છતા, હેંડ વોશ વગેરે સંદર્ભે આરોગ્ય શિક્ષણ આપેલ...
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેળાવદર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચારોડીયા ખાતે બ્લડ બેન્ક સર ટી હોસ્પિટલ ભાવનગર દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ
#સગર્ભામાતા અને #બાળકોનું#રસીકરણ કરાવ્યું કે નહીં?
આજે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયોજિત સ્થળ પર 🤰 સગર્ભા માતાઓ અને બાળકો માટે #મમતાદિવસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં જઈ નિયત રસીકરણ કરાવશો.
‘‘ સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક ’’