કોરોના વાઇરસનાં કારણે રાજયમાં કોરોનાનાં ચેપગ્રસ્ત દર્દીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલ વ્યકિતઓને આઇસોલેશન અથવા હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે. ક્વોરેન્ટાઇનમાં રહેલ વ્યકિતઓનાં શારિરીક, માનસિક સ્વાસ્થયની સમસ્યાઓ માટે રાજ્યમાં 1100 નંબરની હેલ્પલાઇન શરૂ કરેલ છે.