અજાણ નગરે અજાણ કોઈ વ્યક્તિ પૂછે જ્યારે,
'સરસ' છું, કહેતો નથી જિંદગી બેવફા ચાલે છે
મારા કોઈ સ્વપ્નને તૂટતો જોઈ સંતોષ મનાવું છું
કેટલાંય ડા��ુઓનું કદાચ એવી રીતે ઘર ચાલે છે
— દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)
નોકરી સાથે પરીક્ષ���ની તૈયારી કરી શકાય. વિદ્યાર્થીમાં ઉત્સાહ અને ધૂન હોય તો ઘણી સારી રીતે કરી શકાય. નોકરીને એક અવરોધક અને નડતરરૂપ પરિબળ તરીકે જોવાં કરતાં એક ઘડતરરૂપ પરિબળ તરીકે જોવું જોઈએ. તૈયારી કરવાવાળા તૈયારી કોઈ પણ રીતે કરી જ લેતા હોય છે.
— દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)
જીવનમાં બધી વસ્તુઓ માનવાની નથી હોતી, માનવાને લાયક પણ નથી હોતી. જેમ કે, દરરોજ તમને લોન આપવા માટે કેટલા બધા પડાપડી કરતા હોય છે, છતાં પણ તમ�� લેતા નથી. એમ બધી સલાહ પણ ના લેવી.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)
જ્યારે આફતો ટોળું થઈ, પર્વત બની તમારાં પર કડડભૂસ થવાં મથતી હોય તો એવા સમયે ટચૂકલી આંગળી અને ટચૂકડી ક્ષણ કેરો સત્ત્વશીલ પ્રયત્ન પણ નિર્ણાયક નીવડી શકે છે; શરત એટલી કે તમારી અસ્થિઓના રચયિતા પર આસ્થા હોવી જોઈએ.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)