કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે ગુજરાત કેડરના 37 સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ (SFS) અધિકારીઓને ભારતીય વન સેવા (IFS)માં પ્રમોશન આપતું નોટિફિકેશન જાહેર કર્યું.
તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી ગુજરાત કેડરમાં જ IFS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
#Gujarat#IFS
વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અવસાન. હાર્ટ એટેકના કારણે છેલ્લા ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
ભાજપના સિનિયર નેતા અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના આકસ્મિક અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે. #Gujarat
રાજ્યના મહેસૂલી વિભાગમાં મોટા પાયે બદલી અને બઢતી
52 ડેપ્યુટી કલેકટર ને એડિશનલ કલેકટર તરીકે પ્રમોશન
16 એડિશનલ કલેકટરની બદલી
#Gujatat#Transfer#GASOfficer
અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળે હવે બનશે આધુનિક હોસ્ટેલ અને મેસ
આરોગ્ય વિભાગે નવા બાંધકામને આપી મંજૂરી
રૂ.51 કરોડના ખર્ચે તૈયાર થશે સમગ્ર પ્રોજેક્ટ
પ્રથમ તબક્કામાં રૂ.34 કરોડથી વધુ મંજૂર
12 જૂનના રોજ પ્લેન ક્રેશની વરસી પર સરકાર કરી શકે સત્તાવાર જાહેરાત.
#Ahmedabad#CivilHospital
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની 3966 જગ્યાઓ માટે ભરતી જાહેર.
📌 ઓનલાઈન અરજી: 1 જૂન થી 10 જૂન 2026
📌 દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ ભરતી
📌 ગુજરાતી માધ્યમમાં ભરતી પ્રક્રિયા
#Gujarat#TeacherRecruitment#Education
માત્ર 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો.
પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલમાં ₹2.71નો વધારો.
15 મે: ₹3 વધારો
19 મે: 90 પૈસા વધારો
23 મે: પેટ્રોલ ₹0.87, ડીઝલ ₹0.91 વધારો
હવે ફરી ભાવ વધારો લાગુ.
#PetrolDieselPrice#FuelPriceHike#Inflation#Gujarat
'એક રાષ્ટ્ર-એક ચૂંટણી' મુદ્દે 39 સાંસદોની JPC ત્રણ દિવસ માટે ગુજરાતમાં, ગિફ્ટ સિટીમાં ટોચના બ્યુરોક્રેટ્સ અને રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે. ભાજપે સમર્થન જાહેર કર્યું તો કોંગ્રેસ અને AAPએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો. #OneNationOneElection#GujaratPolitics
ગુજરાતમાં જનગણના 2027 માટે શરૂ થયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાને સારો પ્રતિસાદ
પ્રથમ જ દિવસે રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 30,234 પરિવારોએ કરી સ્વ-નોંધણી.
https://t.co/C6Kb3VIOMt
#Census2027#SelfEnumeration#Gujarat#PopulationCensus