LIVE: PM Shri @narendramodi ji addresses the joint press meet with Slovak Republic Prime Minister Robert Fico in Bratislava, Slovakia.
https://t.co/zMHrCmTCgi
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, શ્રી જનકભાઈ કોટકના અવસાનના સમાચાર દુઃખદ છે.
પરમાત્મા તેમના દિવ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા શોકાકુલ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
ૐ શાંતિ 🙏
આપણા અમૂલ્ય અને સમૃદ્ધ વારસા સમાન વેદ તથા વૈદિક ગ્રંથોના જ્ઞાનને આજના આધુનિક વ્યવહારિક જીવનમાં કેવી રીતે વણી શકાય, તે વિષય પર રાજકોટ ખાતે આયોજિત વિશેષ શિબિરમાં આજે ઉપસ્થિત રહેવાનું થયું.
Witnessed a captivating performance by Kopaniciarik from the Myjava region of Slovakia. Folk traditions such as these help preserve one’s culture and history.
આ ટૂર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી આવેલા તમામ ચેસના ખેલાડીઓએ પોતાની અદભુત રમત અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું. વિજેતા બનેલા તમામ સ્માર્ટ માઇન્ડ્સને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યની રમત માટે હાર્દિક શુભેચ્છાઓ!
રાજકોટ ખાતે વડતાલ મંદિર સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિર અને ગેસ્ફોર્ડ ચેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત "સ્વ. નટુભાઈ પી. સોલંકી ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટ" માં ઉપસ્થિત રહેવાનો અને વિજેતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો લહાવો મળ્યો.
કેબિનેટ મંત્રીશ્રી ડૉ. @drpradyumanvaja જીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી.
રાજકોટ ખાતે મંત્રી અને રાજકોટ શહેર પ્રભારી શ્રી @jitu_vaghani સાથે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના યશસ્વી ૧૨ વર્ષ પૂર્ણ થયા સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધિત કરી.
"જનકલ્યાણ એજ સાચી શ્રદ્ધાંજલિ"
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીજી ની સ્મરણાંજલિ અર્થે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટ દ્વારા આયોજિત કિડની એવરનેસ સેમિનારમાં ઉપસ્થિત રહીને આ સ્વાસ્થ્યલક્ષી સેવાને બિરદાવી.
આ સેમિનાર સ્વચ્છ સમાજની અનુકંપાને સાર્થક કરે છે.
@narendramodi આ પત્રકાર પરિષદ દરમિયાન મીડિયાના મિત્રો સમક્ષ છેલ્લા ૧૨ વર્ષમાં દેશમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિ, ઐતિહાસિક નિર્ણયો અને છેવાડાના માનવી સુધી પહોંચેલા લોકકલ્યાણકારી કાર્યોની વિગતો પ્રસ્તુત કરી.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે રાજકોટ ખાતે આયોજિત પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) ને સંબોધિત કરી.