ભારતીય જનતા પાર્ટી - સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ મહાનગર દ્વારા આયોજિત 'લોકતંત્ર બચાવો - અરાજકતા હટાવો' ભવ્ય પદયાત્રા કાર્યક્રમમાં માનનીય પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજી તેમજ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સહભાગી થયો.
આ મોલ દ્વારા નાફેડ, ગુજકોમાસોલ અને અમૂલના પ્રાકૃતિક ઉત્પાદનો લોકોને વાજબી ભાવે એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. ખેડૂત હિતલક્ષી આ ઉત્તમ પ્રકલ્પ બદલ ચેરમેન શ્રી મગનભાઈ ધોણીયા સહિત સમગ્ર ટીમને અભિનંદન!
રાજકોટ ખાતે શ્રી રાજકોટ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ સંચાલિત નવનિર્મિત 'સહકાર મોલ'ના મંગલ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા અને સહકારી અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. "સહકાર થી સમૃદ્ધિ"ના સંકલ્પ સાથે શરૂ થયેલી આ પહેલ ખૂબ સરાહનીય છે.
રામાયણ જેવા અમર મહાગ્રંથના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીએ સમગ્ર માનવજાતને સત્ય અને ધર્મનો પાવન સંદેશ આપ્યો છે. સામાજિક સમરસતા અને એકતાને સુદ્રઢ બનાવતા આ રૂડા અવસરે પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ સમગ્ર વાલ્મિકી સમાજ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી!
#MaharshiValmikiJayanti
રાજકોટ ખાતે સર્કિટ હાઉસ પાસે આવેલ વાલ્મિકી બાગ (શારદા બાગ)માં મહર્ષિ વાલ્મિકી જયંતિ નિમિત્તે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી આદિ કવિ મહર્ષિ વાલ્મિકીજીની પ્રતિમા પર પુષ્પાર્પણ કરી વંદન કર્યા.
લોકશાહી મૂલ્યોના સંવર્ધન અને જનજાગૃતિ માટે યોજાનારી આ પદયાત્રામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે સૌ આગેવાનો સાથે અર્થપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી.
#LoktantraBachao#JanJagruti#Padyatra
રાસ-ગરબાના માધ્યમથી પારિવારિક સ્નેહ અને સામાજિક સૌહાર્દને મજબૂત બનાવતા આવા કાર્યક્રમો સમાજની ધરોહર સમાન છે.આ સુંદર અને સફળ આયોજન બદલ આર.આર. ગ્રુપ તેમજ શ્રી રાજગોર પરિવારના તમામ આયોજક મિત્રો તથા અગ્રણીઓને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ!
રાજકોટ ખાતે ગોંડલ રોડ પર આવેલા શ્રી વિશ્વકર્મા રાસોત્સવ ગ્રાઉન્ડ પર શ્રી રાજગોર બ્રાહ્મણ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય 'શરદોત્સવ ૨૦૨૬' કાર્યક્રમમાં સહભાગી થવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો.
શરદોત્સવ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાનું સુંદર પ્રતીક છે.
અલ્પ વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, પાક નુકસાની પેટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹૮,૫૦૦ (મહત્તમ ૨ હેક્ટર સુધી) ની સહાય આપવાનો ખેડૂતલક્ષી અને સંવેદનશીલ નિર્ણય આવકાર્ય છે.