Heartiest Congratulations to Hon’ble PM Shri @narendramodi Ji on creating history as India’s longest continuously serving elected Prime Minister! 🇮🇳
We, the Vishv Umiya Foundation family, pray to Jagat Janani Maa Umiya to continue blessing your visionary leadership as you take our nation to the global stage. Jay Maa Umiya🙏🚩
વડોદરા ખાતે સરદારધામના લોકાર્પણ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ પ્રમુખશ્રી આર.પી. પટેલ સાહેબ દ્વારા ભારતના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિશ્વ ઉમિયાધામ - અમદાવાદ પરિવાર વતી મોમેન્ટોથી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું. જગતજનની મા ઉમિયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના વિકાસ માટે અવિરત કાર્ય કરવાની શક્તિ આપતા રહે તેવી પ્રાર્થના સહ. @narendramodi@PMOIndia
૨૩ એપ્રિલ, ગુરુવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, મહેસાણા યુવા સંગઠન દ્વારા આયોજિત 'શૂટિંગ વોલીબોલ સ્પર્ધા' ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહેવાનો અને વિજેતા ટીમને એવોર્ડ આપવાનો મોકો પ્રાપ્ત થયો. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને હાર્દિક શુભકામનાઓ અને તેઓ પોતાની કારકિર્દીમાં ખૂબ પ્રગતિ કરે તેવી જગતજનની મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના. - આર. પી. પટેલ
વિજાપુરના લાડોલ ગામે આયોજિત શ્રી બલભદ્રદાદા મંદિરના ૫૧ કુંડાત્મક પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અને સુદર્શન યજ્ઞમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી જગતજનની મા ઉમિયા અને બલભદ્રદાદાના ચરણોમાં સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. - આર. પી. પટેલ
પરમ પૂજ્ય શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી અને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીના અક્ષરવાસ પર ભાવભીની શ્રદ્ધાંજલિ. ભગવાન સ્વામિનારાયણ તેમને અક્ષરધામમાં તેમના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.
22 अप्रैल 2025: पहलगाम हमले के निर्दोषों की बरसी पर भावपूर्ण श्रद्धांजलि। जगतजननी माँ उमिया दिवंगत आत्माओं को शांति और परिजनों को शक्ति प्रदान करें। #PehalGavAttack
19 એપ્રિલ, રવિવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, મહેસાણા યુવા સંગઠન દ્વારા આયોજિત 'શૂટિંગ વોલીબોલ સ્પર્ધા'ના શુભારંભ અને ભવ્ય મહાઆરતીમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
8000 જેટલા શ્રદ્ધાળુઓની વિશાળ ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દિવ્ય અને નયનરમ્ય બનાવી દીધું હતું. યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહ અને ભક્તોમાં જગતજનની મા ઉમિયા પ્રત્યેની અટલ શ્રદ્ધા જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. — આર. પી. પટેલ
17 એપ્રિલ, શુક્રવારના રોજ IAR યુનિવર્સિટી ખાતે આયોજિત 'સમીક્ષા 2026' કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા. જગતજનની મા ઉમિયા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને સફળતા અર્પે તેવી માના ચરણોમાં પ્રાર્થના." — આર. પી. પટેલ
વિદ્યાનગર, આણંદ ખાતે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મિત્રોને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા. જગતજનની મા ઉમિયાના આશીર્વાદ સદેવ દરેક મિત્રોને મળતા રહે તેવી પ્રાર્થના."
- આર. પી. પટેલ
The passing of legendary singer and Padma Vibhushan awardee @ashabhosle is a massive loss for India and the music world. We pray to Jagat Janani Maa Umiya to grant her soul eternal peace. 🙏
તારીખ ૧૧ એપ્રિલ, શનિવારના રોજ વિશ્વ ઉમિયાધામ ખાતે સંસ્થા સાથે 'સિટી મેમ્બર' તરીકે જોડાયેલા ઉમા ભક્તોનું આઈ-કાર્ડ, મંદિર સ્મૃતિચિહ્ન સાથે ગૌરવ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. સંસ્થા અને સમાજ પ્રત્યેના તેમના સહયોગની વિશેષ નોંધ લેવામાં આવી. જગતજનની મા ઉમિયા તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. - આર. પી. પટેલ
Honored to launch 'Bhishma', the 19th chapter of VIBES (Vishv Umiya International Business Entrepreneurs & Social Network) today! Wishing all participating entrepreneurs a journey filled with growth and success. May Jagat Janani Maa Umiya bless the business community with boundless prosperity. - R. P. Patel
#VIBES #VishvUmiyaFoundation #BhishmaChapter #Entrepreneurship #RPPatel