2014 સામે 2026!
ચણા દાળ અને ખાંડના ભાવમાં કેટલો વધારો થયો? આંકડા જોઈને તમે પણ ચોંકી જશો! 👇 2014થી 2026 સુધી ચણા દાળ અને ખાંડના ભાવમાં થયેલા વધારાની આંકડાકીય ઝલક. મોંઘવારીની અસર સામાન્ય પરિવારના બજેટ પર કેવી રીતે પડે છે, તે આ આંકડાઓ પોતે જ કહી જાય છે.
પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ભૂલોનું પાપ કોનું? શિક્ષણમંત્રી રાજીનામું આપો!
સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો સામે આવતા શિક્ષણ વ્યવસ્થાની બેદરકારી ફરી એકવાર ઉજાગર થઈ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ચેડાં સ્વીકાર્ય નથી.
એક તરફ પાણીમાં ગરકાવ શાળાઓ, બીજી તરફ આલીશાન ઓફિસો... આ કેવો વિકાસ?"
જે દેશમાં બાળકોને શાળાએ જવા માટે પાણી અને કાદવમાંથી પસાર થવું પડે છે, તે જ દેશમાં બી.જે.પી ની ઓફિસો હાઈટેક અને આલીશાન બની રહી છે. શું દેશના બાળકો માટે સારી શાળાઓ અને રસ્તાઓ પ્રાથમિકતા ન હોવી જોઈએ?
ભાવનગરમાં નિર્દોષ જીવ ગયા... શું રાજકોટ પોલીસ પણ આવી જ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?
રાજકોટ શહેર કોંગ્રેસે કલેક્ટર અને DCPને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ અને બૂટલેગરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી માટે આવેદનપત્ર પાઠવ્યું.
પ્રજાની સુરક્ષા માટે હવે કાર્યવાહી જરૂરી છે.
Join this powerful movement for students' rights, issues, and a brighter future. Get ready to raise your voice with Rahul Gandhiji at the 'Chatron Ki Goonj' event!
📍 Venue: Pune, Maharashtra
📅 Date: 22nd August
⏰ Time: 5:00 PM
#ChatronKiGoonj#RahulGandhi#JoinTheMovement
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. દેશના વિકાસ, યુવા શક્તિના સશક્તિકરણ અને આધુનિક ભારતના નિર્માણ માટેના તેમના યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા. તેમની પ્રેરણા સદૈવ રાષ્ટ્રસેવાના માર્ગે આગળ વધવા પ્રેરિત કરતી રહેશે.
રાષ્ટ્રની પ્રગતિના સૂત્રધાર,
પંચાયતી રાજ અને સૂચના ક્રાંતિના જનક,
આધુનિક ભારતના નિર્માતા
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી
ભારતરત્ન
શ્રી રાજીવ ગાંધી જી
ની જન્મજયંતી પર
ભાવપૂર્ણ નમન।
વિકાસની વાતો વચ્ચે રોગચાળાનો વિકાસ! 🦠
રાજકોટમાં રોગચાળાએ માથું ઊંચક્યું…
લાગે છે તંત્રની બેદરકારીને પણ હવે ‘વિકાસ’નો દરજ્જો મળી ગયો છે!
રસ્તા પર ગંદકી, પાણીમાં ગંદકી અને હવે હોસ્પિટલમાં ભીડ…
રાજકોટવાસીઓ પૂછે છે — તંત્ર જાગશે ક્યારે?
#rmc
નાગર બોર્ડિંગ ખાતે આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. 🇮🇳
રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને નમન કરવામાં આવ્યું.