સારું થયું જીવી લિધુએ અમે બાળપણ,
જ્યાં નહોતા ઇન્ટનેટ કે નહતા મોબાઈલ,
હતા તો બસ એ દોસ્ત જેમની સાથે સવાર પડે ને ખેતર ફરી આવતા..
મસ્ત એ પતંગિયા પાછળ અમે ભાગતા..
ભમરડા ની ભરરર, સાતેલી ના પથ્થર અમને બઉ ગમતા..
પતંગ અમારી ઉડે નહીં ને તો પણ દોડી ને ચગાવતા..
#નાનપણ
પરીક્ષાનું પાટિયું અમારું બેટ અને કાગળ ના દડા અમે બનાવતા
જિદ્દ હતી અમારી ખાલી એક સાયકલ ના ટાયરની
ફરવું આખું ગામ અને સાંજે ઘેર આવતા..
સારું થયુ જીવી લીધું અમે એ બાળપણ ...☘️☘️