કલેકટર સાહેબ, સુરેન્દ્રનગર દ્વારા નેશનલ હાઇવે ૮અ ઉપર કુલ ચાર હોટલ (ઢાબા) ની મંજૂરી આપેલ. જેની તપાસણી કરી જરૂરી સૂચનાઓનું પાલન કરવા જાણકારી આપવામાં આવી. @CollectorSRN@pkumarias
લીંબડી તાલકા મા નેશનલ હાઈવે પરથી પસાર થતા ટ્રક જેવા માલવાહક વાહનો ના ડ્રાઇવરો વિગેરે ને જમવાનું મળી રહે તે માટે નેશનલ હાઈવે પર ના ઢાબા 1. રાજ શક્તિ હોટલ 2.રાધિકા હોટલ 3. રાજ ખોડલ હોટલ 4.અતિથિ ગાર્ડન હોટલ 5. ભવાની હોટેલ ને ખુલ્લા રાખવાની મંજુરી આપેલ છે @CollectorSRN@pkumarias
આજ રોજ પ્રાંત કચેરી લીંબડી ખાતે કુલ-૧૯ ઈસમોને ₹.૫૩,૮૫,૮૭૨/- નું નેશનલ હાઈવે માં સંપાદન થયેલ જમીનના ખાતેદારો ને વળતર ચૂકવવામા આવ્યુ.@pkumarias@CollectorSRN@SDMLimbdi
આજ રોજ મામલતદાર કચેરી લીંબડી ખાતે તાલુકા સંકલનની મીટીંગ બોલાવવામાં આવી. જેમાં સંકલનનાં મુદ્દાઓ અંગે ચર્ચા કરી. કોરોના વાયરસ અંગે જાગૃતિ કેળવવા માટે સુચના આપવામાં આવી. દરેક વિભાગના આંતરિક પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી.@SDMLimbdi@CollectorSRN@pkumarias
આજ રોજ પ્રાંત અધિકારી લીમડી ની અધ્યક્ષતા માં ચુડા લીમડી સાયલા તાલુકાના icds અધિકારીઓ ની મીટીંગ લેવામાં આવી. જેમાં કુપોષિત બાળકો, ગંભીર બાળકો ની ચર્ચા કરવામાં આવી. આંગણવાડી દરેક જગ્યાએ વ્યવસ્થિત ચાલે તેની સૂચના આપવામાં આવી.@pkumarias@CollectorSRN@SDMLimbdi
આજરોજ લીંબડી તાલુકાના વ્યાજબી ભાવની દુકાન ના પરવાનેદારો ની યોજાયેલ મિટીંગમાં ટ્રાન્જેક્શન સાઇલેન્ટ રેશનકાર્ડ તથા અન્ન સલામતી ના કાયદા અંગે બોર્ડ મૂકવાની સૂચના આપવામાં આવી @CollectorSRN@pkumarias
આજરોજ લીંબડી તાલુકામાં કેસીસી કાર્ડ વિતરણ કરવા માટે તાલુકાની તમામ બેંકના મેનેજર શ્રી/પ્રતિનિધિ શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા વિસ્તરણ અધિકારી ખેતી ની મીટીંગ લેવામાં આવી અને કે સી સી કાર્ડની કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સત્વરે આ યોજનાને અમલ કરવા
આગામી ગરીબ કલ્યાણ મેળા માટે લાભાર્થી ની ડેટા એન્ટ્રી કરવા માટે લગત વિભાગ ના અધિકારી સાથે પ્રાંત કક્ષાની બેઠક યોજવામાં આવી જેમાં ચર્ચા વિચારણા કરી , સત્વરે ડેટા એન્ટ્રી ની કામગીરી ઓનલાઇન પૂર્ણ કરવા સૂચના અવપાવામાં આવી