વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી શ્રી @DrRutvij જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
સોમનાથ મહાદેવ આપને નિરામય જીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી મંગલમય પ્રાર્થના.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબના હરિયાળા ગાંધીનગરના સંકલ્પને સાકાર કરવા આગામી તા. 12 જુલાઈના રોજ યોજાનારા સામૂહિક વૃક્ષારોપણ મહાઅભિયાનના અનુસંધાને આજરોજ વોર્ડ નં. 10 માં કાર્યકર્તાઓ દ્વારા ઘરે-ઘરે સંપર્ક કરી નાગરિકોને અભિયાનની માહિતી આપવામાં આવી તેમજ QR કોડ દ્વારા સ્થળ પર જ નોંધણી કરાવી મોટી સંખ્યામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી.
🌐 https://t.co/zgyo41KaX3�
#GreenGandhinagar_Loksabha
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે તેમના વિરાટ વ્યક્તિત્વને વંદન.
અખંડ ભારત અને રાષ્ટ્રીય એકતાના જે સંકલ્પ માટે ડૉ. મુખર્જીએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, વર્ષ 2019માં કલમ 370 અને 35(A) હટાવીને દેશે તેમના એ જ સ્વપ્નને સાકાર કર્યું છે.
દરેક સવાર એક નવા સંકલ્પ સાથે…
આજે વહેલાસર કાર્યાલય ખાતે પહોંચીને કર્તવ્યભાવ અને દાયિત્વનિષ્ઠા સાથે વિવિધ કામગીરી તેમજ વિભાગીય ફાઈલોની સમીક્ષા કરી.
જનહિતના દરેક કાર્યને વધુ ગતિ મળે, વિકાસની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી સમયસ�� પહોંચે અને સુશાસન વધુ મજબૂત બને તે માટે સતત કાર્યરત રહેવું એ જ આપણી પ્રથમ પ્રાથમિકતા છે.
માનનીય મુખ્યમ��ત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત સરકાર “સેવા, સુશાસન અને વિકાસ”ના સંકલ્પ સાથે અવિરત કાર્ય કરી રહી છે.
જનસેવા જ સર્વોચ્ચ ધ્યેય.
સાણંદ ખાતે CG Semi કંપનીની મેગા OSAT ફેસિલિટીના સફળ કાર્યક્રમ બાદ અમદાવાદથી દિલ્હી પ્રસ્થાન સમયે આત્મનિર્ભર ભારતના પ્રેરણાસ્ત્રોત, માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબને આત્મીય વિદાય આપી, ગુજરાતના વિકાસ યાત્રાના આ મહત્વપૂર્ણ ક્ષણને ગૌરવ સાથે યાદગાર બનાવવામાં આવી.
#SemiconHubBharat #PMinSanand
આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના વરદ્ હસ્તે આજે ગાંધીનગર-એરપોર્ટ રોડ પર ભાટ સર્કલ ખાતે રૂ.175 કરોડના ખર્ચે નિર્મિત રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલ પરના ��ાલના 6 લેન બ્રિજને 12 લેનમાં રૂપાંતરિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ગાંધીનગર ટાઉનહોલ ખાતેથી રાજ્યના મહેસૂલ વહીવટી વિભાગમાં મહેસૂલી તલાટીઓ તરીકે જોડાઈ રહેલ મહેસૂલી તલાટી વર્ગ-3 સંવર્ગના 2,389 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા.
ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થાને વધુ સ્માર્ટ બનાવવા માટે iRCMS પોર્ટલ પર અરજદારો ઘરબેઠા જ રેવન્યુ કેસ દાખલ કરી શકે તે માટે ઇ-ફાઇલીંગ સુવિધા તેમજ નાગરિકોના પ્રતિભાવો સીધા મેળવવા QR Code આધારિત સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ REVA- Revenue Voice and Assistance લોન્ચ કરી.
આ ઉપરાંત, વડગામ અને સિદ્ધપુર ખાતે નવનિર્મિત અદ્યતન સબ રજીસ્ટ્રાર કચેરી, નવસારી ખાતે નિવાસી અધિક કલેક્ટર ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું. વધુમાં, જમીન વહીવટમાં ચોકસાઈ લાવવા માટે સર્વે ઓફ ઇન્ડિયા સાથે MoU પણ સંપન્ન થયા.
નિમણૂક મેળવનાર સ��� તેજસ્વી યુવાનો અને તેમના પરિવારજનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
માનનીય કેન્દ્���ીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પને સાકાર કરવા આગામી તા. 12 જુલાઈના રોજ યોજાનારા ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ મહાઅભિયાનના ભાગરૂપે આજે નવગુજરાત કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણના આ મહાઅભિયાનમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરવામાં આવી તેમજ QR કોડ મારફતે સ્થળ પર જ નોંધણી કરાવી વધુમાં વધુ યુવાનોને આ અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરવામાં આવ્યા.
https://t.co/zgyo41KaX3
#GreenGandhinagar_Loksabha
ખેડૂતોના હિતમાં ભાજપ સરકારનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણય
✅ વીજ ટાવર અને લાઈન માટે સંપાદિત થતી જમીનનું વળતર હવે બજારભાવના બમણા દરે અને એક સાથે ચૂકવવામાં આવશે.
✅ ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, જેથી ખેડૂતોને વધુ વળતર મળે.
✅ જે ��ેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઈનનું કામ હજુ પ્રગતિમાં હોય, તેવા તમામ ખેડૂતોને પણ આ નવી નીતિનો પૂરેપૂરો લાભ મળવાપાત્ર રહેશે.
ભારત યુ���ાનોનો દેશ છે, અને આ જ યુવાશક્તિ વિકસિત ભારતનું નિર્માણ કરશે. આ યાત્રામાં ભાજપ સરકાર સદાય યુવાનોના પડખે અડગ ઊભી છે.
આજે શહેરા ખાતે યોજાયેલા 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમમાં ઊર્જાવાન યુવા મિત્રો સાથે સંવાદ કર્યો. તેમના વિચારો, સપનાં અને ઉત્સાહ જોઈને વિકસિત ભારત @ 2047ના સંકલ્પ પ્રત્યે વિશ્વાસ વધુ દૃઢ બન્યો.
#One_Day_One_Assembly
"ગાંધીનગર મહાનગરપાલિકાને આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક વિકાસની ભેટ...
કોલવડા ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ને મંજૂરી"
કોલવડા ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ને મંજૂરી મળતા ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય માળખાને વધુ મજબૂતી મળશે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વ��ાં લેવાયેલો આ નિર્ણય જનહિતમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય વડીલ મિત્ર શ્રી મહેશભાઈ કસવાલાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.💐💐💐
માં ઉમિયા આપને સ્વસ્થ જીવન સાથે દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
@mkaswalabjp
દરેક ખેડૂતને ઓછામાં ઓછા બે પશુધન આપવા, દીકરીઓનો ડ્રોપઆઉટ ઘટાડવા માટે ક્લસ્ટર સ્કૂલ બનાવવા તથા 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને તાત્કાલિક PMJAY કાર્ડ આપવાના નિર્દેશ આપ્યા. સાથે જ, સિંચાઈ માટે કન્ટિજન્સી પ્લાન, પુસ્તકાલયો, શૌચાલય, પીવાનું પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પર પણ ચર્ચા થઈ.
ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના શુભહસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ગુજરાતમાં 'ભારત ટેક્સી' સેવાનો ભવ્ય શુભારંભ થયો. આ પ્રસંગે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન શ્રેષ્ઠ કામગ��રી કરનાર ભારત ટેક્સીના સારથિઓ (ડ્રાઇવર મિત્રો)ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ભારત ટેક્સી પ્રોજેક્ટને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા.
#BharatTaxi