"વિકાસ સપ્તાહ" સાપ્તાહિક સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરણ અને વિજયનગર તાલુકાના ટીન્ટારણ ગામે જાહેર સ્થળોએ સફાઇની કામગીરી કરવામાં આવી.
સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત ચાલુ વર્ષે મંજૂર થયેલા સામુહિક શૌચાલયના કામોની ગુણવત્તા જળવાઇ રહે અને પ્લાન એસ્ટિમેન્ટ મુજબ કામગીરી થાય તે માટે જિલ્લાના સુપરવાઈઝર - એન્જિનિયર દ્વારા હિંમતનગર તાલુકાના ચાંદરણી, રૂપાલ અને દેસાસણ ગામના સીએસસીના ચાલુ કામોની ચકાસણી કરવામાં આવી.
"સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ" અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણીયોડ ગામે મહામહિમ રાજયપાલ શ્રીની, માન. કલેક્ટર સાહેબશ્રી, માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અને ગ્રામજનોની સહભાગીતા સાથે જાહેર સ્થળોએ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી તેમજ મહામહિમ રાજયપાલ શ્રી દ્વારા
સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ગામોમાં પંચાયત સાથે બેઠક યોજી SLWM ની ઘટકવાર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે ચર્ચા કરવામાં આવી.