"જેને લાજવુ નથી,
હજુય ગાજવુ છે"
દેવકી જેવી દિકરીને
જેલમા પુરાવનાર,
કુંવારી કન્યાનો જાહેરમા
વરધોડો કઢાવનાર,
કળીયુગી કંસનો એક
આધુનિક અવતાર,
તાયફાઓના બહાને
કરી રહ્યા છે અહંકાર,
છે કોઈ પત્રકારોની પાસે ય
એવા વેધક શબ્દોના બાણ.?
જે ખોલાવી શકે છે એની
અકળ ને ગુનાહિત જબાન.?
#અકળ_મૌન
""પડદા પાછળનો ખેલ""
પાટીલ ગેંગના બધા જ પપેટોને
પછી છુટો દોર અપાય છે,
પાટીલ ગેંગના ખીલે જ આખુય
સંગઠન અને તંત્ર ખુદ બંધાય છે,
પાટીલ ગેંગના ઈશારે બધા જ
સાચાને ખોટા કામ શરુ થાય છે,
માત્ર મળતીયાઓના મેળા પીપણામા
બધી જ સરકારી ગ્રાંટો વહેંચાય છે.
#ભાજપની_ગેંગવોર
""ગુનાહિત ષડયંત્ર""
તા-29 ડીસેમ્બર
વહેલી સવારે અચાનક જ નાયબ દંડકના
ગુરુભાઈ અને રાજ્યના ખુદ ગૃહમંત્રીશ્રીનુ
ચાર્ટર્ડ ફ્લાઈટ દ્રારા અમરેલી ખાતે ખાસ
આગમન થાય છે.
એરપોર્ટ ઉપર જ સ્થાનિક એસ.પી. દ્રારા
થયેલ સ્વાગત પછી તેમના મારફતે મળેલી
સુચનાઓ સત્વરે અમલમા મુકાય છે.
#ભાજપની_ગેંગવોર
""ગુનાહિત ષડયંત્ર""
તા-29 ડીસેમ્બર
બધા જ શંકાસ્પદ આરોપીઓને અંદાજીત
5-00 ના સુમારે નામ. કોર્ટ સમક્ષ હાજર
કરાય છે.
ઉપરથી મળેલી સુચના મુજબ 10 દિવસના
રીમાન્ડ મંગાય છે અને સમી સાંજના એક
કુંવારી દીકરી સહિત બધાજ આરોપીઓનો
ભર બજારમાં જાહેર વરધોડો કઢાય છે.
#ભાજપની_ગેંગવોર
""ગુનાહિત ષડયંત્ર""
તા-29 ડીસેમ્બર
પોલીસ સ્ટેશને એક નિર્દોષ દિકરીની નજર સામે
જ અડધી રાત સુધી સહ આરોપીઓને ઢોરમાર
મારીને મોટા માથાના નામ ખોલાવવાની મથામણ
થાય છે.
તા-30 ડીસેમ્બર
સવારના પહોરમા ખુબજ ડરાવાયેલી એક નિર્દોષ
દિકરીને પણ પગે પટ્ટા મારવાના આદેશ અપાય છે.
#ભાજપની_ગેંગવોર
""ગુનાહિત ષડયંત્ર""
તા-30 ડીસેમ્બર
રીમાન્ડ પુરા થયા પછી પણ નામ. કોર્ટમા
શંકાસ્પદ આરોપીઓની બાજુમા ડંડા-મારુ
પોલીસ વાળાને જ ખાસ ઉભા રખાય છે.
આજીવન કેદની કલમ-338 નો ઉમેરો કરાવી
નામ. નીચલી કોર્ટની હકૂમત છીનવાય છે અને
એક નિર્દોષ દિકરી પણ જેલના સળીયા પાછળ
ધકેલાય છે.
#ભાજપની_ગેંગવોર
"100 મણનો સવાલ"
હુ પોતે નાર્કોટેસ્ટ માટે તૈયાર છુ અને
અન્ય 2/4 વ્યક્તિના પણ નાર્કોટેસ્ટ
થવા જોઈએ- શ્રી સંઘાણી
અન્ય એટલે,
આરોપ લાગ્યા તેવા શ્રી વેકરીયા.?
ચાર્ટર્ડ ફ્લાઈટ લઈને મદદે આવ્યા
તેવા શ્રી સંઘવી.?
કે પછી જેણે બંને ચેલકાઓને
બળે ચડાવ્યા તેવા શ્રી પાટીલ.?
#ભાજપની_ગેંગવોર
""ભલે માછલા હોય કે મગરમચ્છ,
સૌને કાયદાથી કરાવી દો ધ્વસ્ત..!""
બનાવના સમયગાળા દરમ્યાન તમામ ધટના સ્થળોના
સત્વરે CCTV ફૂટેજ કબજે કરાવવા જોઈએ.
કથિત પત્રની અસલિયત માટે હેન્ડ રાઈટિંગ એક્સ્પર્ટ
અને FSL પાસે તપાસ કરાવવી જોઈએ.
ગુનાહિત ષડ્યંત્રમાં સંડોવાયેલ હોય તેવા તમામ
પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓની
ટેલીફોનીક કોલ ડિટેઇલ કબજે કરાવવી જોઈએ.
ગુનાહિત ષડ્યંત્રમાં સંડોવાયેલા તમામ પદાધિકારીઓ
અને અધિકારીઓના નાર્કોટેસ્ટ કરાવવા જોઈએ.
સમગ્ર ગુજરાતને કલંકિત કરનારી ધટનામા જવાબદાર
હોય તેવા તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને
કર્મચારીઓ ઉપર કાયદાથી નિયત કરેલ કડકમાં કડક
સજા કરવી જોઇએ.
મૃદુ મુખ્યમંત્રીશ્રી દ્રારા હવે મક્કમ મનથી સત્વરે નિર્ણય
થાય એવી સમગ્ર ગુજરાત અપેક્ષા રાખે છે..!
#નારી_સ્વાભિમાન_આંદોલન
#પીડીત_પાયલને_ન્યાય_આપો