Oceans cover more than 70% of our planet, produce over half of the oxygen we breathe, regulate the climate, and support countless forms of life. Every wave reminds us that a healthy ocean is essential for a healthy Earth.
Protect our oceans today, for a sustainable tomorrow. 🌊💙
#WorldOceansDay #ProtectOurOceans #OceanConservation #SaveOurSeas
વિશ્વ પર્યાવરણ દિવસ-2026ના અવસરે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન. મુખ્યમંત્રી ગુજરાત દ્વારા ગાંધીનગરથી ‘એક પેડ માં કે નામ 3.0’ વૃક્ષારોપણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મિશન LiFE’ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાનને આગળ ધપાવતા રાજ્યમાં વર્ષ 2026-27 દરમિયાન ‘એક પેડ માં કે નામ 3.0’ તથા ‘વન મહોત્સવ’ અંતર્ગત કુલ 74,453.90 હેક્ટર વિસ્તારમાં 551.91 લાખ રોપાઓના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ પીપળાના વૃક્ષનું વાવેતર કરી સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ પાણી, પેટ્રોલ અને ઊર્જા બચાવવા સંદેશ આપ્યો.
#WorldEnvironmentDay #EkPedMaaKeNaam #Gujarat #GujaratForestDept #MissionLiFE #TreePlantation #GujaratGovernment
અનોમલસ નવાબ પતંગિયું તેની મજબૂત ઉડાન, વિશિષ્ટ પાંખો અને જાજરમાન દેખાવ માટે જાણીતું છે. શિકારીઓ સામે પણ નિર્ભય રહેતું આ પતંગિયું પોતાની પાંખો પરના લીલાછમ ઠાઠ અને નવાબી ભવ્યતાને કારણે 'નવાબ' નામને સાર્થક કરે છે.
#Butterflies#ButterfliesofGujarat#Green#GujaratForestDept
પાતળો પ્રવાળ સાપ નિશાચર છે જે સુસ્ત હોય છે અને પાંદડાઓ નીચે છુપાયેલો રહે છે. જ્યારે છંછેડવામાં આવે ત્યારે પૂંછડીને ગૂંચળામાં ગોઠવી અધ્ધર કરે છે.
#Reptiles#Snakes#Wildlife#GujaratForestDept
કૂપ લેઆઉટ - વનકાર્ય માટે પસંદ કરાયેલા જંગલ વિસ્તારનું આયોજનબદ્ધ મેપિંગ અને સીમા નિર્ધારણ. તેમાં વાવેતર, પુનર્જનન કાર્ય તથા દબાણ/અતિક્રમણથી સુરક્ષા જેવા કાર્યોનો સમાવેશ થાય છે.કૂપ લેઆઉટમાં વિસ્તારની સીમાઓ, વિસ્તારફળ, પહોંચ માર્ગો તથા અન્ય મહત્વપૂર્ણ મેદાની વિગતો દર્શાવવામાં આવે છે
🌳 આયુર્વેદ સિરીઝ – Episode 1 🌳
કુંભિયો (Careya arborea)
આપણા જંગલોમાં જોવા મળતું કુંભિયો વૃક્ષ માત્ર પ્રકૃતિની સુંદરતા જ નથી વધારતું, પરંતુ ઔષધીય અને પર્યાવરણીય રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.
આ વીડિયોમાં જાણો –
🍃 કુંભિયાના પાંદડા, ફૂલ અને છાલના ઉપયોગ
💊 આયુર્વેદમાં તેનું મહત્વ
ગુજરાતમાં ખાસ કરીને કચ્છના અખાતમાં આવેલા પરવાળાના ખડકો (Coral Reefs) દરિયાઈ જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વના છે.
તેને "દરિયાના વર્ષાવનો" (Rainforests) પણ કહેવામાં આવે છે.
પરવાળા એ માત્ર પથ્થર નથી, પરંતુ એક જીવંત સમુદાય છે. જો પરવાળા ખતમ થશે, તો આખી દરિયાઈ ઈકોસિસ્ટમ ખોરવાઈ જશે.
#Gujarat #GujaratForestDept
મોન્સૂન પહેલા જંગલ ક્ષેત્રમાં તૈયારીઓ ચાલુ છે.ઉનાળામાં કરાતી સચોટ એલાઈનમેન્ટ, કોન્ટૂર ટ્રેન્ચ અને માટીના કામો મોન્સૂન આવે ત્યારે વધુ સફળ અને મજબૂત વાવેતર સુનિશ્ચિત કરે છે.આ સમગ્ર પ્રક્રિયા જંગલના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વૈજ્ઞાનિક આયોજન અને અમલીકરણ સાથે કરવામાં આવે છે.
#advancework
The 2026 theme emphasizes that biodiversity loss is a global crisis that requires local solutions.
It marks the anniversary of the adoption of the text of the Convention on Biological Diversity (CBD) on May 22, 1992.
#InternationalDayforBiodiversity2026#Biodiversity #GujaratForestDept
સુરત સર્કલ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, વન વિભાગની સમગ્ર કાર્યપદ્ધતિને વધુ અસરકારક અને મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.વનવૃદ્ધિ કાર્યોને વધુ ગુણવત્તાસભર બનાવવાના ઉપાયો, ફિલ્ડ સ્ટાફની ક્ષમતા વૃદ્ધિ, વન્યજીવ વ્યવસ્થાપનની વધુ સારી પદ્ધતિઓ
Where classrooms meet the forest 🌿
50 students from IIT Gandhinagar stepped beyond textbooks into the living landscape of Kevdi Ecotourism Campsite as part of their course on biodiversity conservation and sustainable development.
#Sustainability#Biodiversity#Ecotourism#IITs
Tiny architects at work! 🐜
The intricate nest of the Indian Harvester Ant showcases nature’s engineering carefully designed chambers, food storage, and survival strategies beneath the soil.A reminder that even the smallest creatures play a big role in maintaining ecosystem.
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પર્યટન સ્થળ ડુમસ ખાતે અંદાજિત ₹૧૧૧ લાખના ખર્ચે વન વિશ્રામ ગૃહ (રેસ્ટ હાઉસ) નિર્માણને મંજૂરી મળતા તેનું ખાતમૂહુર્ત કાર્યક્રમ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવવા અને તેમને ત્વરિત સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી 'કરુણા અભિયાન' શરૂ કરાયું છે, જેના ભાગરૂપે આજે અમદાવાદના બોડકદેવ ખાતે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લઈ અબોલ જીવોની સેવાના આ યજ્ઞનું નિરીક્ષણ કર્યું.
કરુણા અભિયાનના માધ્યમથી અત્યાર સુધીમાં હજારો પક્ષીઓને નવજીવન મળ્યું છે. પક્ષીઓની સારવારમાં દિવસ-રાત જોડાયેલા તબીબો અને સ્વયંસેવી સંસ્થાઓની સેવાભક્તિ ખરેખર વંદનીય છે.
આપ સૌને પતંગોના આ પર્વમાં નિર્દોષ પક્ષીઓને નુકસાન ન પહોંચે તેની વિશેષ તકેદારી રાખવા માટે આગ્રહ કરું છું.
જો કોઈ પક્ષી ઘાયલ જણાય તો તુરંત હેલ્પલાઈન નંબર 1962 પર સંપર્ક કરી તેનો જીવ બચાવવામાં મદદરૂપ થઈએ.
#KarunaAbhiyan2026