આજ રોજ પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામમાં જન કલ્યાણ શિબિર યોજાઈ જેમાં NCD સ્ક્રિનિંગ PMJAY વય વંદના યોજના નમો શ્રી યોજના ની માહિતી અને કેમ્પ યોજવામાં આવ્યો. તથા મા કે નામ એક પેડ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આપણા લોકલાડીલા નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની બધી યોજનાઓ ને વાચા આપી
આજ રોજ પ્રાંતિજ તાલુકાના મોયદ ખાતે જન કલ્યાણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ શ્રી શોભનાબેન બારૈયા એ પ્રમુખ સ્થાન સોભાયું હતુ. યાત્રા અંતર્ગત NCD સ્ક્રિનિંગ PMJAY કેમ્પ વયવંદના કાર્ડ નમો શ્રી સેવાઓ PMJAY કાર્ડ નો લાભ લીધેલ લાભાર્થી એ મોદી સાહેબ નો આભાર માન્યો હતો.
જન કલ્યાણ શિબિર અંતર્ગત આજરોજ પ્રાંતિજ અર્બન હેલ્થ ખાતે સફર આયોજન કરવામાં આવ્યુ જેમાં વય વંદના નમો શ્રી યોજના PMJAY યોજના અંતર્ગત લાભ લીધેલ લાભાર્થી એ પોતાની સક્સેસ સ્ટોરી દ્વારા આપણા લોકલાડીલા નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો આભાર માન્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
આજ રોજ પ્રાંતિજ તાલુકાના દલપુર ગામમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત 90 લાભાર્થી ના એક્સ રે પાડવામાં આવ્યા અને નાટ ના સેમ્પલ લેવામાં આવ્યા તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
આજ રોજ પ્રાંતિજ તાલુકાના દરેક સેન્ટર માં પિયર એજ્યુકેટરની શિબિર કરવામાં આવી જેમાં HPV વેક્સિન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. માસિક ધર્મ અને સમતોલ આહાર અને આરોગ્યલક્ષી હેલ્થ એજ્યુકેશન આપવામાં આવ્યુ. તથા હાયજીન કીટ વિતરણ કરવામાં આવ્યું. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
રક્ત દાન મહાદાન અંતર્ગત પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામમાં કર્મચારી અને ગ્રામ જનો એ ઉત્સાહ પૂર્વક હોશે હોશે રક્તદાન કરી 21 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ