*વંદે માતરમ્*
ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે *તાલુકા પંચાયતના ૧૫મું નાણાપંચ ની ગ્રાન્ટ માંથી ૪૪ લાખ રૂપિયાના વિકાસના કામોનુ જેમાં મોક્ષરથ,સાંસ્કૃતિક હોલ અને કચરા નિકાલ માટેના સાધનો* ના લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો.
નમસ્કાર,
૨૫ મી ડિસેમ્બર "ભારત રત્ન" અટલ બિહારી વાજપાઈ ના જન્મ દિવસ ને "સુશાસન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આજ રોજ સરીગામ ભાજપ કાર્યાલય ખાતે "સુશાસન દિવસ" ની ઉજવણી અને અટલ બિહારી વાજપાઇ ને પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યું.
વંદે માતરમ્
આજરોજ SIR(મતદાર યાદી સુધારણા અભિયાન) ની કામગીરી બાબતે ઉમરગામ તાલુકાના નગવાસ,અંકલાસ બુથ નં. ૧૬૬,તેમજ ઝરોલી તમામ બુથ પર જઈ BLO ઓફિસરોને મળીને ઝડપથી SIR ની કામગીરી પૂર્ણ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી.
વંદે માતરમ્
આજરોજ ઉમરગામ તાલુકાના ભીલાડ સરકારી હોસ્પિટલ ખાતે વલસાડ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના ટીમ ના માધ્યમ દ્વારા દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
વંદે માતરમ્
આજરોજ *SIR(મતદાર યાદી સુધારણા અભિયાન)* ની કામગીરી બાબતે ઝરોલી બુથ નં. ૧૭૦ પર SIR ની કામગીરી વધુ ઝડપી બને તે માટે ફોર્મ ભરવાના કામગીરી માટે કેમ્પ નું આયોજન કરી SIR મતદાર યાદી સુધારણા અભિયાન ની કામગીરી કરવામાં આવી.
જય જોહર
જય આદિવાસી
જય ભગવાન બિરસા મુંડા
આજરોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી ઉમરગામ ના સરઈ ખાતેથી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના અધ્યક્ષ સ્થાને રથયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી
આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ઉમરગામ તાલુકા ના ડહેલી જીલ્લા પંચાયત બેઠક નું નુતન વર્ષનો સ્નેહમિલન નંદીગ્રામ ગ્રામ પંચાયત હોલ ખાતે ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકર જી ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ થયો.
આજરોજ વલસાડ માં પારડી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને S.I.R.D. સંસ્થા દ્વારા આયોજિત સ્વચ્છ ભારત મિશન(ગ્રા.)યોજના અંતર્ગત તાલુકા પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓની ઓરીએન્ટેશન તાલીમનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યશ્રીઓ હાજર રહ્યા
વંદે માતરમ્
આજ રોજ ઉમરગામ તાલુકાના, ઝરોલી ખાતે નગવાસ, અંકલાસ, ધનોલી, તલવાડા, નંદીગામ ના રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન ના લાભાર્થીઓ તથા ગંગા સ્વરૂપ યોજના (વિધવા પેન્શનર) બહેનોમાટે ફેસ KYC કરવા માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
જય જોહાર
જય આદિવાસી
૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાજી નુ પૂજન કર્યું. અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૫૦મી ભગવાન બિરસા મુંડાજી નો જન્મદિવસની વર્ષ ઉજવણીના રૂપે સરકારી કાર્યક્રમ ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે રાખવામાં આવ્યું.