કર્તવ્ય ગ્રુપ ખેરગામ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો.
આ માનવસેવાના પવિત્ર કાર્યમાં સ્વૈચ્છિક રીતે રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ અને આયોજનને સફળ બનાવનાર તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન.
રક્તદાન એ માત્ર દાન નથી, પરંતુ કોઈના જીવનને નવી આશા આપવાનો શ્રેષ્ઠ સંકલ્પ છે.
ચા સાથે જનકલ્યાણનું ચિંતન !
ખેરગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે " ચાય પે ચર્ચા " કરીને, જનસેવાના અનેક પ્રકલ્પો વિશે વિગતે ચર્ચા કરી.
ગ્રામીણ સ્વચ્છતા ક્ષેત્રે ડાંગ જિલ્લો બન્યો દેશ માટે રોલ મોડેલ!
'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત ડાંગના પ્રકૃતિના ખોળે વસતા ૯૫% થી વધુ (૫૧,૬૧૩) પરિવારોએ 'ટ્વીન-પીટ' શૌચાલયો અપનાવીને દેશ સમક્ષ મોડેલ પ્રસ્થાપિત કર્યું છે.
સરકારશ્રી તરફથી મળતી ₹૧૨,૦૦૦ની સહાયથી આ અંતરિયાળ અને પહાડી વિસ્તારની બહેનોને ઘર આંગણે જ ઉત્તમ સુવિધા મળી રહી છે, જેનાથી તેમનું સ્વાસ્થ્ય, સુરક્ષા અને સન્માન વધુ સુદ્રઢ બન્યું છે.
#SwachhBharatMission #TwinPitTechnology