GPSCમાં 7માંથી માત્ર 2 સભ્યોની નિમણૂક, 5 જગ્યા ખાલી; કિરીટ પટેલનો સરકાર પર પ્રહાર
ગુજરાત વિધાનસભામાં GPSCમાં સભ્યોની નિમણૂકનો પ્રશ્ન ઉઠાવતા પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે GPSCમાં કુલ 7 સભ્યોની જોગવાઈ સામે માત્ર 2 સભ્યોની નિમણૂક થઈ છે અને 5 જગ્યાઓ ખાલી છે. કિરીટ પટેલે જણાવ્યું કે ગત વર્ષે પણ તેમણે આ મુદ્દે સવાલ કર્યો હતો અને આજે પણ ગત વર્ષ જેવો જ જવાબ મળ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર દ્વારા GPSC સભ્યોની નિમણૂક કરવામાં આવતી નથી.
#Gandhinagar #Patan #GPSC #KiritPatel #GujaratAssembly #Government #VTVDigital