સ્પર્ધાત્મક પરીક્ષાની સ્પર્ધા કે પરીક્ષા એમને નડતી નથી હોતી, જે ઉમેદવારો શિસ્તની એરણ પર પોતાને હરપળ મૂકતા હોય છે.
— દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)
'નગ્ન સત્ય' એમ કહેવું અનુચિત છે. સત્ય એ સત્ય છે. સત્ય જેવું છે એવું જ છે. ખરેખર નગ્ન કે પછી બીભત્સ, અશ્લીલ, બેશરમ, વગેરે એ તો અસત્ય જ હોઈ શકે.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)