ભારતીય જનતા પાર્ટી - અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખશ્રી @AmishPatelBJYM ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
આપના જન્મદિવસ પર ઈશ્વર આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે અને આપ સતત સેવાકીય કાર્યો કરતા રહો તેવી શુભકામનાઓ..
ભારતીય જનતા પાર્ટી - અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખશ્રી @AmishPatelBJYM ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
આપના જન્મદિવસ પર ઈશ્વર આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે અને આપ સતત સેવાકીય કાર્યો કરતા રહો તેવી શુભકામનાઓ..
મારા મતવિસ્તાર ધનસુરા ખાતે મૃત્યુ પામેલ સ્વ. જગદિશભાઈ ભીખાભાઈ પટેલ તથા સ્વ. લાલાભાઈ બેચાભાઈ ઠાકોરના નિવાસસ્થાને જઈ તેઓની દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી.
ઓમ શાંતિ 🙏
ગઈકાલે રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયંકર માર્ગ અકસ્માત વિશે જાણીને અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
ગુજરાતના ફિલ્મરસિકો અને સૌ ગુજરાતીઓ માટે ગૌરવવંતી ક્ષણ!
ગુજરાતના આંગણે પ્રથમવાર ફિલ્મજગતના પ્રતિષ્ઠિત એવોર્ડ - ફિલ્મફેર એવોર્ડ-2024 નું આયોજન કરવા અંગે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને વર્લ્ડવાઈડ મિડીયા (ધ ટાઈમ્સ ગ્રુપ) વચ્ચે MoU સંપન્ન થયા.
આજરોજ ગીર સોમનાથના પ્રવાસ દરમિયાન માન. કેબિનેટ મંત્રીશ્રી @BhanubenMLA ની સાથે ગીર સોમનાથના આદર્શ ગામ બાદલપરામાં આવેલ સ્માર્ટ આંગણવાડીની મુલાકાત લઈ ભૂલકાઓ સાથે હળવી અને ગમ્મતભરી પળો પસાર કરી હતી અને સ્માર્ટ આંગણવાડીની કામગીરીને બીરદાવી હતી.
આજરોજ માન. કેબીનેટ મંત્રીશ્રી @BhanubenMLA ની વિશેષ ઉપસ્થિતીમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ સંદર્ભે બેઠક યોજી તે અંગે જરૂરી સૂચનો આપ્યા.