આજ રોજ આઈટીઆઈ થરાદ ખાતે 108 મેડીકલ ઈમરજન્સી સેવાની ટીમ આવી, તાલીમાર્થીઓને સરકારની 108 સેવાથી અવગત કરાવ્યા તથા મેડિકલ ઈમરજન્સીમા પ્રાથમિક કઈ બાબતો કરવી તથા કઈ બાબતો નહકરવી તે અંગે પણ માહિતગાર કર્યાં.
ક્યાં છે સંપૂર્ણ મારી બદનામી?
કે હજી કંઈક છાનું છાનું છે.
મોત તું શું બહાનું શોધે છે,
મારું આખું જીવન બહાનું છે.
આમ છે જીવન-કિતાબ છે અકબંધ,
પણ અલગ એનું પાનું પાનું છે.
~મરીઝ 🌻
થોડા સમય પહેલા ગામ ગયો ત્યારે આ ફોટો લીધા. શિયાળાની સિઝન પુરી થતાં રાયડાનો ખળો થાય અને ખેતરમાં રાયડાના અમૂક તણખલા પડ્યા રહી જાય. અમે નાનાં હતા ત્યારે આ તણખલા વીણી લેતા અને અલગથી ખળો કરીને વેચી દેતાં અને જે પણ રુપિયા આવે તે ઉનાળા સમયે આવતા મેળાઓમાં હાથખર્ચમા કામ આવતાં 😍😊
@kuvadvikram 65613
૨૫૦૦૦ ઓછો છે પગાર. પરંતુ વાંધો નથી જિંદગી મસ્ત ચાલી રહે છે. એક સમયે પરિવાર રુપિયા રુપિયા માટે વલખા મારતો હતો પણ હવે ભગવાનની દયા છે. 😊
બનાવ એવો રૂપાળો બીજો બન્યો જ નથી,
તમે ગમ્યા પછી ચહેરો કોઈ ગમ્યો જ નથી!
તમારા કેશનો એ કોઈ કાળો જાદુ હશે!
થઈ છે સાંજ ભલે, સૂર્ય તો ઢળ્યો જ નથી.
એ વધતી રહે છે નિરંતર, બસ એજ કારણથી,
કદી હું, લાગણી, શાળાએ જઈ ભણ્યો જ નથી.
આજ રોજ ૪ જાન્યુઆરીના ટ્રાફિક પોલીસ તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્���ારા સંયુક્તપણે ચોક ચાર રસ્તા ખાતે રોડ સેફ્ટી વિકની ઉજવણી પ્રસંગે રોડ સેફ્ટી અંગેની પુસ્તિકાનુ વિતરણ કરવામાં આવ્યું તથા રાહદારીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા.
@TrPoliceSurat