જો તમને કોઇપણ વ્યક્તિ ઓવર સ્પીડીંગ કરતું કે નશો કરી ભયજનક રીતે વાહન ચલાવતું જણાય તો ફોટોગ્રાફ સ્લીક કરી કે વિડીયો રેકોર્ડ કરી આ હેલ્પલાઇન નંબર પર મોકલી શકો છો: +9174340 95555
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર જનતાની સગવડતા માટે માનવીય અભિગમથી સુરત રેલ્વે સ્ટેશન ખાતે તા.૨૫/૦૭/૨૦૨૩ ના રોજ પોલીસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામા આવેલ છે. જેના દ્વારા સુરત બહારથી આવતા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની ભૌગોલીક પરીસ્થિતી/અન્ય જરૂરી જાણકારી ૨૪*૭ સરળતાથી મળી રહેશે.
સુરત શહેર ટ્રાફિક પોલીસનો લોકાભિમુખ અભિગમ વધુ મજબુત બને અને ટ્રાફિક પોલીસ લોકોનું સેવા, સુરક્ષા અને શાંતી માટે સુચારૂ રૂપે કાર્ય કરી શકે તે માટે કતારગામ ઓડોટોરીયમ હોલ ખાતે ટ્રાફિક પોલીસ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ.