દિવાળીની રજાઓ દરમિયાન ગોડાદરા વિસ્તારમાં ચાલી રહેલા મેળામાં તેમજ વિવિધ વિસ્તારોમાં બંદોબસ્તની ફરજ નિભાવતા પોલીસકર્મીઓને ઝોન-૨ ડીસીપી શ્રી કાનન દેસાઈ દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.
નૂતન વર્ષ નિમિત્તે સુરત શહેર પોલીસ કમિશનરશ્રીના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીરે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
@CMOGuj@sanghaviharsh@dgpgujarat@GujaratPolice
સુરતની ગોડાદરા પોલીસે દિવાળી પર્વ પર શ્રમજીવી પરિવારનાં બાળકોને નવાં કપડાંની ખરીદી કરાવી દિવાળીની ખુશીઓ વહેંચી. બાળકો માટે નવાં કપડાં સાથે મળેલો સ્નેહ આ પર્વને વધુ ખાસ બનાવી ગયો… કારણ કે કોઈના ચહેરા પર ખુશી લાવવી એ પણ એક દીવો પ્રગટાવવા સમા�� છે.
દિવાળીના પાવન પર્વે પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જમીર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓએ સિનિયર સિટીઝનોને ભેટ અને મીઠાઈ અર્પણ કરી સ્નેહભરી ઉજવણી કરી. વડીલોના ચહેરા પરનું સ્મિત અને તેમના આશીર્વાદે આ ઉજવણીને વધુ યાદગાર બનાવી.
@CMOGuj@sanghaviharsh@dgpgujarat@GujaratPolice
સુરત સિટી પોલીસની આ મહત્ત્વપૂર્ણ સલાહને ધ્યાનમાં રાખીને આ દિવાળી સુરક્ષિત રીતે ઉજવીએ:
1.ફટાકડા ફોડતી વખતે રાહદારીઓ અને વાહનચાલકોનું ધ્યાન રાખો.
2.બાળકો સાથે મોટા વ્યક્તિ હાજર રહો અને નજીક પાણી રાખો.
3.ઘરની બહાર જતાં દીવા, ગેસ અને દરવાજા તપાસી લો.