આજરોજ આયુષમાન આરોગ્ય મંદિર બોડકાના CHO અને Fhw દ્વારા વર્લ્ડ યોગા દિવસની ઉજવણી કરવામા આવી જેમા લોકોને યોગા, પ્રાણાયામ કરાવ્યા અને યોગા કરવાથી થતા ફાયદાઓ વિષે આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ..
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બોડકા ખાતે ટીબી કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના તલાટીશ્રી, ગામના લોકો તથા આરોગ્ય કર્મચારી હાજર રહ્યા. તેમજ ટીબી કઈ રીતે ફેલાય છે તેના લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી આપવામાં આવી.
જામનગરના જોડિયા તા��ુકાના પીએચસી પીઠડ ના નેજા હેઠળ ના બોડકા ગામની દીકરીના હૃદય રોગની બીમારીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન પ્રા.હોસ્પી માં સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) જોડીયાની ટીમની મદદ મેળવીને કરાવવામાં આવેલ જેથી કરીને દીકરીને મળ્યું નવજીવન..
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠડ ના નેજા હેઠળ ના આયુષ્માન આરોગ્ય કેન્દ્ર બોડકા ના શામપર ગામમા આજે મમતા દિવસ દરમ્યાન સગર્ભા માતાની તમામ તપાસ કરીને અંત્રા ઈન્જેકશન વિશે પણ લાભાર્થીને સમજાવેલ..
આજ રોજ઼ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પીઠડ ના નેજા હેઠળ ના આયુષ્માન આરોગ્ય મંદિર બોડકા ના વાડી વિસ્તાર માં ટીબી પેશન્ટ ની વિઝીટ cho તથા sts દ્વારા કરવામાં આવેલ અને સમયસર દવા પીવા તથા પરિવારને ધ્યાન રાખવા સૂચના આપેલ..