વોર્ડ નં. 14ના બુથ નં. 193, ચોખંડી, ચંપાગલી ખાતે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ના 138મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત રહી માનનીય વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી વિચારો અને માર્ગદર્શનને સૌ કાર્યકર્તાઓ સાથે નિહાળી પ્રાપ્ત કર્યું.
#MannKiBaat
લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને મળતી સેવાઓ અંગે જાણકારી મેળવી. સાથે જ, સમાજના જરૂરિયાતમંદ નાગરિકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવાના આ સેવાકીય પ્રયાસ બદલ આયોજકો તથા સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
જગતજનની મા અંબાજી ની ભક્તિ, શક્તિ અને સ્તુતિના પાવન પર્વ "ભાદરવી પૂનમ"ની આપ સર્વે ભક્તજનોને અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ.
વિશ્વ જગતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય તેવી આરાસુરી માતાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું.
ભક્તજનોને ગણેશ વિસર્જન દરમિયાન સુગમતા રહે, સ્વચ્છતા જળવાઈ રહે અને સમગ્ર વ્યવસ્થા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું.
વિઘ્નહર્તા શ્રી ગણેશજીની વિદાય શ્રદ્ધા, સુવિધા અને સ્વચ્છતા સાથે થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવોની મુલાકાત લઈ વિસર્જન વ્યવસ્થાની સમીક્ષા કરી.
ભારતીય જનસંઘના સ્થાપક સભ્યોમાંના એક, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે વોર્ડ 1 માં આવેલ રામેશ્વર મંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું.
શ્રી ગણેશ મહોત્સવના પાવન અવસરે Office Beacon કંપની દ્વારા બિરાજમાન વિઘ્નહર્તા શ્રી ગણેશજીના ભક્તિભાવપૂર્વક દર્શન કરી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મંગલમયતા રહે તેવી પ્રાર્થના કરી. 🙏
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી રત્નાકરજી તથા પ્રદેશ સહ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ શ્રી અરુણ બિન્નાડીજીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ...🪷
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નિતીન નબીનજી દ્વારા વિવિધ મહત્વપૂર્ણ નિમણૂકો કરવામાં આવી છે.
નવનિયુક્ત તમામ પદાધિકારીઓને હાર્દિક અભિનંદન તથા અનેક શુભેચ્છાઓ.
શ્રી ગણેશ મહોત્સવના પાવન અવસરે વોર્ડ 3 માં આવેલ કીર્તિ કુંજ સોસાયટી બુદ્ધદેવ ચાર રસ્તા પાસે બિરાજમાન વિઘ્નહર્તા શ્રી ગણેશજીના ભક્તિભાવપૂર્વક દર્શન કરી પૂજન-વંદન કર્યું. સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મંગલમયતા રહે તેવી પ્રાર્થના કરી. 🙏🌺