જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણા – શત્રુંજય પર્વત પર દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનો દ્વારા સ્વચ્છતાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું તે જાણીને ખૂબ આનંદ થયો.
શ્રી સમકિત યુવક મંડળના નેજા હેઠળ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 700 જેટલા યુવાનોએ ચાર દિવસ સુધી મહેનત કરીને અંદાજે 3000 કિલોથી વધારે કચરો દૂર કર્યો, જે બદલ તેમને હૃદયથી અભિનંદન પાઠવું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન હેઠળ તીર્થસ્થાનોને સ્વચ્છ રાખવાનું આહવાન કર્યું છે, જેને આ યુવાનોએ સુપેરે ઝીલ્યું છે.
સ્વચ્છતાના આ કાર્યમાં પૂજ્ય જૈનાચાર્યોના આશીર્વાદ અને માર્ગદર્શન પણ મળી રહ્યા છે.
સાચે જ, સરકાર અને સમાજ સાથે મળીને કામ કરે તો ‘વિકસિત ભારત’નું સ્વપ્ન આપણે ખૂબ ઝડપથી સાકાર કરી શકીએ.
આ તકે, એ પણ કહેવા માંગીશ કે, તીર્થસ્થાનો કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ પ્લાસ્ટિકની કોથળીઓ કે અન્ય કચરો ન ફેંકવો એ આપણા સૌની સામુહિક જવાબદારી છે.
કચરો ન ફેંકવા.. ગંદકી ન કરવા આપણે સૌ કૃતનિશ્ચયી થઈએ. આપણા પવિત્ર તીર્થોના.. આપણા ભારતની પાવન ભૂમિના મહાત્મ્યને જાળવીએ.
जम्मू कश्मीर के #Poonch में हुए आतंकी हमले में शहीद कुलवंत सिंह उस वीर पिता के बेटे हैं जिन्होंने 1999 में देश के लिए जान दी थी. अब शहीद पिता का बेटा भी अपने पिता की तरह वीरभूमि पर शहीद हो गया. आज पूरे देश की आंखें नम है.
#KulwantSingh
LIVE ▶️https://t.co/asaJAvmeIt