મોનસૂન-2026 માટે AMC સજ્જ!
શહેરના તમામ ઝોનમાં 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત છે. પાણી ભરાવું, વૃક્ષ પડવું, ડ્રેનેજ સમસ્યા અથવા અન્ય તાકીદની સ્થિતિ માટે તરત સહાય માટે સંબંધિત AMC કંટ્રોલ રૂમ અને WhatsApp નંબર પર સંપર્ક કરો.
સ્વસ્થ • સુરક્ષિત • સજ્જ અમદાવાદ
સૂકો, ભીનો અને અન્ય કચરો — અલગ-અલગ ડબ્બામાં જ નાખો:
કચરાના પ્રકાર મુજબ લાલ ડબ્બામાં, લીલા ડબ્બામાં , કાળા ડબ્બામાં અને વાદળી ડબ્બામાં જ નાખવાનો આગ્રહ રાખો,
કચરાનું યોગ્ય વિભાજન એ સ્વચ્છ શહેર તરફનું પ્રથમ પગથિયું છે.
કચરો જ્યાંથી નીકળે ત્યાં જ અલગ કરો, સ્વચ્છતાને સૌની જવાબદારી બનાવો.
સ્વચ્છ અમદાવાદ — સ્વસ્થ અમદાવાદ!
#WasteSegregation #SolidWasteManagement #SwachhAhmedabad #CleanCity #MyCityMyPride
Three simple steps can make every road crossing safer. Stay alert, check for approaching traffic, and cross only when it is safe.
As part of its Pedestrian First initiative, AMC encourages citizens to make safe road-crossing a daily habit.
#PedestrianSafety#RoadSafety #PedestrianFirst #SafeAhmedabad #CitizenAwareness
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં લક્ઝરી મારફતે પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. તે પ્રકારની માહિતીના આધારે આજે અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવતા પનીરનો 408 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રાજસ્થાનમાં બનેલા 'લો ફેટ પનીર'નો જથ્થો મળી આવ્યો હતો. આ આ શંકાસ્પદ પનીરના જથ્થાને નરોડા અને મણીનગર વિસ્તારના બે લોકો પ્રતિ કિલો રૂ. 240ના ભાવે ખરીદવા માટે આવ્યા હતા. કોર્પોરેશનના ફૂડ વિભાગે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#FoodSafety #FoodInspection #PublicHealth #FoodQuality #AMCUpdates
@PMOIndia@CMOGuj@InfoGujarat@infoahdgog@GujUDMission@DDNewsGujarati@PIBAhmedabad@banchha1@HiteshBarotBJP
અમદાવાદને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવતા સફાઈ કર્મચારીઓની કાર્યક્ષમતા અને આરોગ્યને વધુ સશક્ત બનાવવાની દિશામાં AMCની મહત્વપૂર્ણ પહેલ.
પાલડી વોર્ડના ટાગોર હોલ ખાતે નવરંગપુરા-1, નવરંગપુરા-2 અને પાલડી વોર્ડના આશરે 600 સફાઈ કર્મચારીઓ માટે કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો. તાલીમ દરમિયાન સફાઈની ગુણવત્તા, યોગ્ય કાર્યપદ્ધતિ, ફરજ દરમિયાન જરૂરી તકેદારીઓ તેમજ મચ્છરજન્ય રોગોના નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન સફાઈ કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ પણ કરવામાં આવ્યું, જેથી શહેરની સ્વચ્છતા જાળવતા કર્મચારીઓની કાર્યક્ષમતા સાથે તેમના આરોગ્યની પણ કાળજી સુનિશ્ચિત કરી શકાય.
#Ahmedabad #AMC #SafaiKarmachari #CapacityBuilding #CleanAhmedabad #PublicHealth #SwachhAhmedabad
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, AMCના હોલ-પાર્ટી પ્લોટના બુકિંગ અને ડેકોરેશનની વ્યવસ્થા હવે વધુ સરળ બનશે,
વર-વધૂ અને માતા-પિતાના આધાર કાર્ડના આધારે જ લગ્ન પ્રસંગ માટે હોલનું બુકિંગ કરાશે અને બુકિંગ વખતે લગ્નની આમંત્રણ પત્રિકાની જરૂર રહેશે નહીં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ હોલ-પાર્ટી પ્લોટના ડેકોરેશન માટે નવી પોલિસીની તૈયાર કરવામાં આવશે; સાથે સાથે કોર્પોરેશન અને નગરજનોને લાભ મળે તેવી અને અગાઉના વર્ષ 2018માં બંધ કરાયેલી વ્યવસ્થા ફરી અમલમાં મુકવા વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત
શિડ્યુલ ઓફ મેઇન્ટેનેન્સનાં આધારે શહેરની તમામ સ્ટ્રીટ લાઇટ બદલવામાં આવશે, ફરિયાદની રાહ જોયા વિના તબક્કાવાર લાઇટનો પ્રકાશ ઓછો થાય તે પહેલા ઓટો-મોડ સિસ્ટમથી આયોજનબદ્ધ રીતે શહેરની લાઇટ બદલાશે.
#AMCUpdates #CitizenServices #HallBooking #StreetLightMaintenance #MyCityMyPride
@PMOIndia@CMOGuj@InfoGujarat@infoahdgog@GujUDMission@DDNewsGujarati@PIBAhmedabad@banchha1@HiteshBarotBJP@MyGovGujarati
વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરો તથા અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો ખાતે મેડિકલ ઓફિસરશ્રી દ્વારા પરિસરની સઘન તપાસ કરવામાં આવી.
તપાસ દરમિયાન સંભવિત મચ્છરના બ્રીડીંગ સ્થળોની ચકાસણી કરવામાં આવી તેમજ મચ્છરજન્ય રોગોના નિવારણ માટે જરૂરી સાવચેતી અને પ્રતિરોધક પગલાં અંગે ખાતરી કરવામાં આવી.
ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા માટે પાણી ભરાવા ન દઈએ અને આસપાસ સ્વચ્છતા જાળવીએ.
સાવચેતી રાખીએ — મચ્છરજન્ય રોગોને દૂર રાખીએ.
સ્વસ્થ અમદાવાદ, સુરક્ષિત અમદાવાદ!
#WorldMosquitoDay #MosquitoPrevention #AMC #AhmedabadMunicipalCorporation #HealthDepartment #UPHC #UCHC #DenguePrevention #MalariaPrevention #MosquitoControl #MonsoonSafety #મચ્છરનિવારણ #જનઆરોગ્ય #સ્વચ્છઅમદાવાદ #સ્વસ્થઅમદાવાદ
વધુ જોખમી સગર્ભા માતાઓ (Very High Risk ANC) માટે વિશેષ આરોગ્ય પહેલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સ્મૃતિમંદિર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વધુ જોખમી સગર્ભા માતાઓનું આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી
આ આરોગ્યલક્ષી પહેલ અંતર્ગત માનનીય સાંસદશ્રી હસમુખભાઈ પટેલ સાહેબ તથા ટેકસટાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર ના સહયોગ દ્વારા સ્મૃતિમંદિર અર્બન હેલ્થ સેન્ટરની વધુ જોખમી સગર્ભામાતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તે માટે સમયસર તપાસ, યોગ્ય પોષણ અને નિયમિત તબીબી માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સ્વસ્થ માતા — સ્વસ્થ બાળક — સ્વસ્થ અમદાવાદ
#AMC #AhmedabadMunicipalCorporation #HealthDepartment #SmrutimandirUPHC #ANC #HighRiskANC #MaternalHealth #NutritionKit #MotherAndChildHealth #PublicHealth #આરોગ્યસેવા #માતૃસ્વાસ્થ્ય #પોષણ #સ્વસ્થઅમદાવાદ
On World Mosquito Day, let’s take action together to build mosquito-resilient communities.
Prevent mosquito breeding by regularly checking and cleaning water containers, covering stored water, keeping drains clear and removing stagnant water and unwanted waste. Small preventive actions at home can help protect our families and communities from mosquito-borne diseases.
For complaints, dial 155303.
#WorldMosquitoDay #MosquitoControl #DenguePrevention #PublicHealth #MyCityMyPride
આજરોજ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા ઠક્કરનગર વોર્ડમાં નવા બનનારા ઓડિટોરિયમની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ખારીકટ કેનાલ ફેઝ-2 અંતર્ગત રોપડા તળાવથી ખારી નદી સુધી હાથ ધરાનારા કામની પણ સાઇટ વિઝિટ કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બંને કામગીરી અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી.
#InfrastructureDevelopment #AuditoriumProject #WaterDrainage #AMCInAction #MyCityMyPride
કાંકરિયા, મણિનગર ખાતે Mad Over Grills રેસ્ટોરન્ટ સામે AMCના ફૂડ વિભાગની કડક કાર્યવાહી.
તપાસ દરમિયાન સ્ટોર રૂમમાં સંગ્રહિત મેંદામાં જીવતી જીવાત મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું.
ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા મામલે AMCની કાર્યવાહી સતત જારી રહેશે.
#AMC#Ahmedabad#FoodSafety #FoodInspection #FSSAI
સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો માટે AMCના ફૂડ વિભાગની કડક કાર્યવાહી.
કુબેરનગર ખાતે રાજેશ દૂધ ઘર અને રખિયાલ રોડ ખાતે ભૈરવનાથ ભોજનાલયમાંથી અગાઉ લેવામાં આવેલા પનીરના નમૂનાઓ અપ્રમાણિત જાહેર થતાં બંને એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી.
ખાદ્ય ગુણવત્તા અને નાગરિકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ નહીં.
#AMC #Ahmedabad #FoodSafety #FoodQuality #FoodDepartment #SafeFood
સરખેજ ખાતે સબરૂ ચાઇનીઝ મુગલાઇ એન્ડ તવા ફ્રાય સામે AMCના ફૂડ વિભાગની કડક કાર્યવાહી.
તપાસ દરમિયાન ભારે ગંદકી, FSSAI Schedule-4ની શરતોનું પાલન ન થવું, કર્મચારીઓ દ્વારા કેપ, એપ્રન અને ગ્લોવ્ઝનો ઉપયોગ ન કરવો તેમજ જરૂરી મેડિકલ, પેસ્ટ કંટ્રોલ અને પાણીના રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાનું જણાતા એકમને સીલ કરવામાં આવ્યું.
#FoodSafety #FoodInspection #AMCFoodDepartment #PublicHealth #MyCityMyPride