આસામના જોરહાટમાં વાયુસેનાના AN-32 વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા દેશના ૫ જાબાંજ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ. 🫡🇮🇳 ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલ કો-પાયલટ વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. #IndianAirForce#SaluteToHeroes#Jorhat#JaiHind
Ahmedabad: Cricketer Hardik Pandya and his girlfriend Maik Sharma departed for Mumbai from Ahmedabad Airport. Both were seen together at the airport. #hardikpandya
#Ahmedabad stands at a defining urban moment. As it prepares for a global future, public transport must anchor safe, inclusive & climate-resilient growth.
Join us :
#AmdavadNXT
⏳21–23 Feb 2026
📍Sabarmati Riverfront House
🆓Open for all.
✍️Register : https://t.co/nXMoraBkhH
ગુજરાતમાં કતલખાના બંધ રાખવાનો સરકારનો આદેશ
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના આવતીકાલે બે વર્ષ પૂર્ણ થતા હોવાના કારણે ગુજરાત સરકારે રાજ્યભરમાં શહેરી વિસ્તારોમાં આવેલા તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ, ધાર્મિક સંવેદનશીલતા અને લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો
૦૮ જાન્યુઆરી, ૨૦૨૬ની વહેલી સવારે અમદાવાદના હાટકેશ્વરના સાગર એપાર્ટમેન્ટમાં આવેલી એક જવેલર્સની દુકાનમાં એક ચોરે અત્યંત ચાલાકીપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો.
તેણે દુકાનના મજબૂત શટર કે આધુનિક લોક સિસ્ટમને અડવાને બદલે, પાછળની દિવાલમાં પોતાની કોઠાસૂઝથી 'બાકોરું' પાડી દીધું હતું. આ રીતે સિક્યુરિટીને સિસ્ટમને થાપ આપીને તે અંદર પ્રવેશ્યો અને રૂ. ૧,૭૫,૦૦૦ની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી પળવારમાં ગાયબ થઈ ગયો.
દિવાલ તોડીને થયેલી આ અનોખી ચોરી બાદ ક્રાઇમબ્રાન્ચના સ્ટાફે પોતાની અત્યંત ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરી.
પોલીસ કર્મચારીઓએ માત્ર પુરાવા શોધવાને બદલે ચોરની 'માનસિકતા' પર કામ કર્યું. તેમને અંદાજ આવી ગયો હતો કે આ રીતે મહેનત કરીને દિવાલ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નહીં પણ બાંધકામની પદ્ધતિઓથી વાકેફ સ્થાનિક વ્યક્તિ હોવો જોઈએ.
આ તર્કને આધારે ટીમે રામોલ કેનાલ અને જામફળવાડીના વિસ્તારોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.
ક્રાઇમબ્રાન્ચની ટીમે ડિજિટલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું અદભૂત કોમ્બિનેશન કર્યું. તેમણે હાટકેશ્વરથી રામોલ સુધીના સેંકડો સીસીટીવી કેમેરાના ફૂટેજને ચોકસાઈથી તપાસ્યા અને શંકાસ્પદ હલચલનું વિશ્લેષણ કર્યું. માત્ર ફૂટેજ જોવાને બદલે, તેમણે અંધારામાં વજનદાર થેલી લઈને જતા શંકાસ્પદ લોકોની હિલચાલ પર વોચ રાખી.
બાતમીદારો અને ટેકનિકલ સપોર્ટની મદદથી આખરે ચોરના સચોટ લોકેશન સુધી પહોંચવામાં સફળતા મળી.
ટેકનીકલ સપોર્ટમાં જે પ્રકારે વ્યક્તિનો હુલિયો સામે આવ્યો હતો એને ટ્રેસ કરવામાં આવ્યો… લોકેશન મળ્યું જામફળવાડી ચાર રસ્તા…. ક્રાઇમબ્રાન્ચના જવાનોએ વોચ ગોઠવીને અશ્વિન ખડીયાને દબોચી લીધો.
આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ રહી કે પોલીસે ચોરી થયેલા તમામ ઘરેણાં, એટલે કે ૧૦૦% મુદ્દામાલ, એક પણ રૂપિયાના નુકસાન વગર પૂરેપૂરો રિકવર કરી લીધો.
જે ચોર પોતાની દિવાલ તોડવાની પદ્ધતિથી પોલીસને હંફાવવા માંગતો હતો, તેની તમામ ગણતરીઓ
ક્રાઈમ બ્રાન્ચ ની એક પગલું આગળ ચાલવાની રીત સામે પાંગળી પુરવાર થઈ.
#Ahmedabad | @CrimeAhmedabad | @AhmedabadPolice