🚨 સીરક્રિકમાં BSFનો મોટો એક્શન!
કચ્છના સંવેદનશીલ સીરક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન BSFએ પાકિસ્તાની બોટ ઝડપી પાડી. ઘટનાને પગલે સમગ્ર દરિયાઈ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોટ ક્યાંથી આવી અને તેનો હેતુ શું હતો તે અંગે તપાસ શરૂ.
#kutch#sircreek#bsf#breakingnews
🚨
પલાસવામાં ₹1.23 લાખનો દારૂ ઝડપાયો
પૂર્વ કચ્છના આડેસર પોલીસ સ્ટેશને પલાસવા ગામમાં દરોડો પાડી એક ઈસમને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે કુલ 670 દારૂની બોટલ/ક્વાર્ટર સહિત ₹1,23,625નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
#kutchpolice#adesarpolice#Gujaratpolice
📢 નમો રેપિડ ટ્રેન ખોટવાઈ 📢
અમદાવાદથી ભુજ આવતી નમો ભારત ટ્રેન ટેકનિકલ ક્ષતિના કારણે કુકમા સ્ટેશને અટકી, રાત્રે ૧૨ વાગ્યા છે ટ્રેન હજી કુકમા જ ઊભી છે,
ભુજથી મુંબઈ જતી સયાજી ટ્રેન પણ એક કલાકથી વધુ લેટ થઇ
#RailNews#irctc#kutch#bhuj
પૂર્વ કચ્છ LCBની મોટી કાર્યવાહી
ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાંથી ક્રેટા કારમાંથી ₹4.10 લાખનો વિદેશી દારૂ અને કુલ ₹12.10 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.
#kutch#Gandhidham#gujaratpolice#lcb#crimenews
ભચાઉ તાલુકાના લલિયાણા ગામની સીમમાં બે બાઈક પર બંદૂક સાથે શિકાર કરવા આવેલા બે શિકારીઓ બંદૂક પડતી મૂકીને ભાગી છૂટ્યા,
બાઈક પર રહેલી ઝોળીમાં સસલાંનો મૃતદેહ મળ્યોઃ સામખીયાળી પોલીસ અને વન વિભાગે કરી કાર્યવાહી.
#bhuj#breakingnews#kutch#crime
પશ્ચિમ કચ્છમાં ખાવડા, લખપત અને ભોજાય સહીતના વિસ્તારોમાં સરકારી જમીન પરથી 19 ગેરકાયદે દબાણો દૂર કરાયા. કુલ 1.51 લાખ ચો.મી. જમીન મુક્ત કરાઈ.
#bhuj#kutch#encroachment#breakingnews