विश्व के सबसे बड़े राजनीतिक दल भारतीय जनता पार्टी के युवा एवं ऊर्जावान राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु एवं यशस्वी जीवन की मंगलकामना करता हूं।
@NitinNabin@BJP4India
આજે વાપી સ્થિત પારડી ધારાસભ્ય તથા રાજ્ય નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય ખાતે, વલસાડ પધારેલા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે શુભેચ્છા મુલાકાત કરી.
આજરોજ વલસાડ સ્થિત સાંસદશ્રી @dhaval241086 પટેલના કાર્યાલય ખાતે માનનીય કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી @AshwiniVaishnaw જીએ મુલાકાત લીધી.
સાંસદશ્રીએ તેમનું સ્વાગત કરી રેલવે વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી.
આ અવસરે જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસરા તેમજ સંગઠનના હોદેદારો,કાર્યકર્તાઓએ રેલમંત્રીશ્રીનું સ્વાગત કર્યું.
પારડી વિધાનસભા ક્ષેત્રમાં GST સુધારાઓને આવકારતો સંમેલન
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલા GST સુધારાઓને આવકારવા વાપી ખાતે યોજાયેલા કાર્યકર્તા અને જાગૃત વ્યાપારી સંમેલનમાં માર્ગદર્શન તેમજ ચર્ચા કરવામાં આવી.કાર્યક્રમમાં પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણા તથા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કનસાર સહિત કાર્યકર્તાઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા.
#GSTUpdates #GSTReforms #AtmanirbharBharat
ગુજરાતથી દિલ્હી સુધીની પ્રેરણાદાયી સફર...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની અવિરત 24 વર્ષની આ સફર પરિશ્રમ, દૃઢ સંકલ્પ અને ભારતમાતાની સેવા માટેના સમર્પણનું પ્રતીક છે.
#VikasSaptah2025#24YearsOfSeva
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આજે વલસાડ જિલ્લાના મોરારજી દેસાઈ ઓડીટોરિયમ હોલ ખાતે “પ્રોફેશનલ મીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ તરીકે લોકસભાના દંડક તથા વલસાડના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને **શ્રી નિરંજન ઝાજમેરા (પૂર્વ મેયર, સુરત મહાનગર)**એ ઉદ્યોગકારો સાથે સંવાદ સાધ્યો તથા કેન્દ્ર સરકારના વિકાસમૂખી કાર્ય વિશે વિશદ માહિતી આપી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ તેમજ સાથી મહામંત્રીશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, ડોકટરો, એડવોકેટ્સ તથા વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી, જેમણે ઔદ્યોગિક વિકાસ અને રાષ્ટ્રીય નિર્માણ વિષયક વિચારોમાં સહભાગી બની આજના ભારતના વિકાસ યાત્રાને વધુ મજબૂતી આપી.
કુશળ સંગઠક,સંનિષ્ઠ કાર્યકર્તા હજારો યુવાઓના પ્રેરણા સ્ત્રોત એવા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી પ્@pradipsinhbjp જી ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ
આપના તંદુરસ્ત, દીર્ઘાયુષ્ય અને યશસ્વી જીવન માટે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ.
આજ રોજ વલસાડ તાલુકાના ડુંગરી ખાતે આતંકવાદ સામે ઓપરેશન “સિંદૂર” દ્વારા સમગ્ર વિશ્વમાં મા ભારતીનું ગૌરવ વધારનાર વીર જવાનોના શૌર્ય અને બલિદાનને નમન કરવા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આ યાત્રામાં ઉપસ્થિત રહી ભારતમાતાની વંદના કરવાનો તેમજ સેના ના વીર જવાનોનું સન્માન કરવાનો ગૌરવ પ્રાપ્ત થયો.
જય હિન્દ!
વંદે માતરમ!
આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર દ્વારા સમગ્ર વિશ્વમાં મા ભારતીનું ગૌરવ વધારનાર આપણા વીર જવાનોના શૌર્ય અને બલિદાનને નમન કરવા આજે વાપી શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આ યાત્રામાં ઉપસ્થિત રહી ભારતમાતાની વંદના કરવાનો ગૌરવ પ્રાપ્ત થયો.
આજ રોજ વલસાડ ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં હાજરી આપી અને આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર દ્વારા સમગ્ર વિશ્વમાં મા ભારતીનું ગૌરવ વધારનારા વીર સૈનિકોની શૌર્યગાથાને વધાવી.
તિરંગાને ગૌરવભેર સલામ કરીને ભારતમાતાની વંદના કરવામાં આવી. સમગ્ર વલસાડ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ઊઠ્યું.
આ યાત્રામાં ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, લોકસભા દંડક તથા વલસાડ-ડાંગના લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, સંગઠનના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
जय हिंद! वंदे मातरम्!