ગૌ માતાના હિતાર્થે સેવારત સાવરકુંડલાની શ્રી કૃષ્ણ ગૌશાળામાં દાતા શ્રી જશવંતભાઇ દોશીજી ના અનુદાનથી લાગેલા 'સોલાર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.
અહીં છેલ્લા 30 વર્ષ થી અંધ, અપંગ અને બીમાર ગાયોની સેવા થઈ રહી છે ત્યારે આ સેવાકીય કાર્ય બદલ ગૌશાળાના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને સેવકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે પૂ. શ્રી ભક્તિરામબાપુ - માનવ મંદિર, પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, તાલુકા પ્રમુખ શ્રી જીવણભાઈ વેકરીયા, મહામંત્રીશ્રીઓ શ્રી રાજેશભાઈ નાગ્રેચા, શ્રી નીતિનભાઈ નગદીયા, શ્રી ચેતનભાઇ માલાણી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા સહિતના આગેવાનો, કાર્યકરો અને બહોળી સંખ્યામાં ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.