ઘર કેવું હોવું જોઈએ...?
"ઘર એટલે"
• જ્યાં પગ મૂકતાં જ મનને શાંતિ મળે તે ઘર..
• જ્યાં ચિંતામુક્ત થઈ આરામ કરી શકાય તે ઘર..
• જે મનુષ્યને પકડી રાખે તે ઘર..
• જે મનુષ્યનું ઉત્તમો-ઉત્તમ કાર્યક્ષેત્ર હોય તે ઘર..
• જે મનુષ્યની પ્રતિષ્ઠાનું પ્રતીક બને તે ઘર..
#vastutips
માણસ ગરીબ હોય કે શ્રીમંત એનું એક સ્વપ્ન હોય કે એક નાનુ કે મોટું… પણ પોતાનું ઘર હોય. પુરુષાર્થ સાથે પ્રારબ્ધ મળે ત્યારે જ વ્યક્તિ પોતાનું ઘર બનાવી શકે છે…
વાસ્તુ એટલે શું...?
વાસ્તુ એટલે માત્ર હોમ - હવન કે પૂજા - વિધિ એટલે કે ભજન અને ભોજન (જમણવાર) નહિ.......
વાસ્તુ એટલે જે - તે વસ્તુ પોતાની યોગ્ય જગ્યાએ ગોઠવવી અને દસેય દિશાઓ ને બેલેન્સ કરવી.
એક પુસ્તક “આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ" જે શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા "બાપુ" એ ખૂબ જ સરળ ગુજરાતી ભાષામાં લખ્યું છે. જે વસાવો અને વાંચો જેથી તમે પોતેજ તમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરી શકશો.
જ્યારે વ્યક્તિને પોતાનાંમાં વિશ્વાસ નથી હોતો ત્યારેજ ઘરમાં લાઈફપાર્ટનર સાથે અને ધંધામાં બિઝનેસ પાર્ટનર સાથે મનમેળ નથી થતો... તો આવો જોઈએ કે આવા પ્રશ્નો આપણા જીવનમાં જો ઊભા થયા હોય તો એનું નિરાકરણ કેવી રીતે લાવવુ...જય હો.