હાથી જેટલું કામ કરુ અને કીડી જેટલો પગાર,
કંઈ ના કરુ તો કહે બેઠો બેરોજગાર,
નોકરી લેવા જઉ તો માંગે અનુભવ વર્ષ ચાર,
અને માની લો કે આપી દે નોકરી તો શોષણ કરે યાર,
ક્યારેક તો એમ થાય છે કે આ ડિગ્રી નુ શુ કરુ..? વઘાર.
એ ચાહત તો લખેલા સમયે રસી આપી દેત. ખાલી સ્ટાફે સમયસર આવવાનું જ હતુ. પણ ના, સરકાર આપણને રસી આપવાની સાથેસાથે ધૈર્ય કેળવતા પણ શીખવાડવા માંગે છે.
સંવેદનશીલ સરકારને શત-શત વંદન હોં.
૯ વાગ્યાથી ૧૧ વાગ્યાનો સ્લોટ હતો
અમે પોણા ૯ એ પહોંચ્યા
આશા મુજબ ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ અને નાનકડું ટોળુ ઊભુ હતુ.
સિક્યુરિટી ગાર્ડની મહેરબાની થી લાઈન ટોળુ બની શકી, પણ ધક્કામુક્કી ન કરી શકી.
સાડા ૯ એ કેન્દ્રમાં એન્ટ્રી શરુ થઈ
જોતજોતામાં ૧૦ ને ૦૫ એ તો કેન્દ્રમાં રસી પણ આવી ગઈ.
એની ૧૫ મિનિટ પછી લિસ્ટ આવ્યું અને ૧૦:૩૦ સુધીમાં ૯-૧૧ વાળાનું રસીકરણ પણ થવાનું શરૂ થઈ ગયું.
રસી લેવા જતા દરવાજે બોર્ડ પર "ધૈર્ય એ સૌથી મોટી પ્રાર્થના છે" લખેલું વાંચ્યું અને સરકારનું દૂરંદેશીપણું મને સમજાઈ ગયું