આદરણીય વકીલ શ્રી @pbhushan1, કોર્ટમાં ભારપૂર્વક જણાવો કે #Fixpay કર્મચારીઓ એ 'સિવિલ પોસ્ટ' ધારકો છે,જેમને કલમ 311નું રક્ષણ મળવું જ જોઈએ. સરકાર તેમને કોન્ટ્રાક્ટ વર્કર સાથે સરખાવીને છેતરી રહી છે.આ કેસ માત્ર પગારનો નથી,પણ માનવીય ગરિમાનો છે. #HumanDignity#Remove_fixpay_in_gujarat
એક રાજ્ય અને નીતિ અલગ અલગ!!
🏛️ ગુજરાત રાજ્ય સરકાર
➡️ 5 વર્ષ ફિક્સ પે
🏙️ મહાનગરપાલિકાઓ
➡️ 3 વર્ષ ફિક્સ પે
⚡ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. (GUVNL)
➡️ 3 વર્ષ ફિક્સ પે
રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે ક્યારે નિર્ણય લેશે?
#Remove5yearFixpay@narendramodi@Bhupendrapbjp
Ranjit Bajaj: આર્જેન્ટિનાનો ફૂટબોલર લિયોનેલ મેસી ભારતના ત્રણ દિવસીય પ્રવાસે હતો. આ મુલાકાત પાછળ લગભગ 150 કરોડ રૂપિયાનો અધધધ ખર્ચ થયો હોવાનું કહેવાય છે. આ સંદર્ભમાં પંજાબ ફૂટબોલ ક્લબના ડિરેક્ટર અને મિનર્વા એકેડેમીના સ્થાપક રણજીત બજાજે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘મેસીને ભારત લાવવા માટે જેટલા રૂપિયા ખર્ચ્યા, એટલા રૂપિયા જો મને આપો, તો હું ભારતમાં જ 10 મેસી પેદા કરીને દેશને ફૂટબોલ વર્લ્ડ કપ પણ જીતાડીશ. આટલા પૈસામાં તો 15,000 ખેલાડીઓનો 15 વર્ષનો રહેવાનો અને ભોજનનો ખર્ચ નીકળી જાય.’
રણજીત બજાજે કહ્યું હતું કે, ભારતને વિદેશી સ્ટાર ખેલાડીઓની નહીં, પરંતુ એક મજબૂત અને ટકાઉ સ્પોર્ટ્સ સિસ્ટમની જરૂર છે. સમર્પિત કોચિંગ, આધુનિક માળખાગત સુવિધાઓ તેમજ યોગ્ય આયોજન દ્વારા દેશમાં જ વિશ્વસ્તરીય પ્રતિભાઓ વિકસાવી શકાય એમ છે. આવી સિસ્ટમ હશે તો દેશના યુવ��નો ફૂટબોલને કારકિર્દી તરીકે જોવા પ્રેરાશે, જે લાંબા ગાળે દેશના ખેલજગતને ફાયદો કરશે.
મિનર્વા એકેડેમી: સપનાની અવિશ્વસનીય યાત્રા
રણજીત બજાજ વિશે નહીં જાણતા લોકોને એમનો આવો આત્મવિશ્વસ જરા વધુ પડતો લાગી શકે છે, પણ એમનું બેકગ્રાઉન્ડ જોતાં એમની વાતમાં દમ લાગશે. એમણે સ્થાપેલી રમત સંસ્થા ‘મિનર્વા એકેડેમી’એ વિશ્વભરમાં માન્યતા મેળવી છે. કોઈપણ મોટા સંસ્થાકીય સમર્થન વિના આ એકેડેમીએ યુરોપની પ્રતિષ્ઠિત યુવા ફૂટબોલ ટુર્નામેન્ટ્સમાં ચેમ્પિયન બનીને ભારતનું નામ ગાજતું કર્યું છે.
મિનર્વા એકેડેમીની ફૂટબોલ ટીમે વર્ષ 2025માં જ અન્ડર 14 સ્પર્ધામાં સ્વીડનનો ‘ગોથિયા કપ’, નોર્વેનો ‘નોર્વે કપ’ અને ડેનમાર્કનો ‘ડાના કપ’ જીતી લીધો છે. વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ગણાતા નોર્વે કપમાં તો આ વર્ષે 10થી 19 વર્ષની વયજૂથના છોકરા અને છોકર���ઓની કુલ 2183 ટીમે ભાગ લીધો હતો! વિચાર તો કરો કે, સેંકડો ટીમ ભાગ લેતી હોય એ સ્પર્ધામાં ચેમ્પિયન બનવું કેટલું અઘરું હશે. મિનર્વાની ટીમ અગાઉ 2022માં યુએઈમાં ખેલાતો ‘મીના કપ’ (U12) અને 2023માં સ્વીડન ‘ગોથિયા કપ’ (U13) પણ જીતી ચૂક્યા છે. આવા ઘણાં વિજય મેળવ્યા હોવાથી જ રણજીત બજાજનો દાવો દમદાર લાગે છે.
એક સમયે એવો પણ આવ્યો હતો જ્યારે મિનર્વાના ખેલાડીઓને યુરોપ લઈ જવા માટે નાણાં નહોતા. ત્યારે તેમણે પત્નીના સોના��ા ઘરેણાં ગિરવે મૂકીને પચાસ લાખની જોગવાઈ કરી હતી! દેશ માટે એક વ્યક્તિનો જુસ્સો કેટલો અદમ્ય હોઈ શકે, એની આનાથી મોટી સાબિતી કઈ હોઈ શકે? તેમનો હેતુ વિદેશમાં ટુર્નામેન્ટ જીતીને કમાણી કરવાનો અથવા ખ્યાતિ મેળવવાનો નથી, પરંતુ ભારતીય ફૂટબોલનું ભાવિ સુધારવાનો છે.
#RanjitBajaj #Football #LionalMessi #GSCard #GUjaratSamachar