'ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ' તરીકે ઉભરી રહેલ ગુજરાત.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતના હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીના અત્યાધુનિક આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલ
સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો, ટેન્ક, આર્મર્ડ વ્હીકલ્સ તથા અન્ય આધુનિક યુદ્ધ પ્રણાલીઓની તકનીકી વિશેષતાઓ અને તેની કાર્યક્ષમતા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
માનનીય વડાપ્રધાનશ્રીએ ‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્ર સાથે રક્ષાશક્તિ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને સાકાર કરવામાં અદભુત યોગદાન બદલ વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
Today, the world is facing an unprecedented set of challenges. But with the collective efforts of 140 crore Indians, the country continues to move ahead with confidence and optimism.
ગુજરાતે દેશમાં સૌપ્રથમ ક્લાયમેટ ચેન્જ માટે અલગ વિભાગની શરૂઆત કરવાની ઉદાહરણીય કામગીરી કરી હોવાનું ગૌરવ વ્યક્ત કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી.
#SuratNavsarjanParv
પર્યાવરણલક્ષી અભિગમ સાથે ભારતમાં ‘ગ્રીન ગ્રોથ'ની સંકલ્પના સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી.
#SuratNavsarjanParv
ઇકોનોમી અને ઇકોલોજીના સમન્વય સાથે પ્રકૃતિ અને કુદરતી સંસાધનોને અર્થતંત્રનો આધાર બનાવીને ભારતે વિકાસ સાધ્યો હોવાનું જણાવતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી.
#SuratNavsarjanParv
શહેરી સુંદરતા, સ્વચ્છતા, સુવિધા સાથે પર્યાવરણપ્રિય વિકાસના માર્ગ પર અવિરત આગળ વધતા રહેતા સુરતના શહેરીજનોના સ્પિરીટની સરાહના કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી.
#SuratNavsarjanParv
પર્યાવરણની જાળવણી માટેના 'ગ્રીન ગ્રોથ' સાથેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
#SuratNavsarjanParv
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ક્લાયમેટ ચેન્જના વૈશ્વિક પડકાર સામે દેશના ભવિષ્યને વધુ ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવાનું કાર્ય થયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
#SuratNavsarjanParv
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે સુરત ખાતેથી કુલ ₹18,800 કરોડના વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શુભારંભ થયેલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ₹12,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ₹4,950 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ, GIDCના ₹1,063 કરોડના પ્રોજેક્ટ્સ, સુરતમાં 100 બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 50 બેડની આયુષ હોસ્પિટલ અને 200 બેડની હાઈટેક EICS હોસ્પિટલ, શહેરી વિકાસ વિભાગના ₹107 કરોડના પ્રોજેક્ટ્સ, માર્ગ અને મકાન વિભાગના ₹45 કરોડના પ્રોજેક્ટ્સ તેમજ પંચાયત વિભાગના ₹28 કરોડના પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના વિકાસને ગતિ મળવા સાથે ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના નિર્માણ માટેના સંકલ્પને નવી ઊર્જા પ્રાપ્ત થશે.
#SuratNavsarjanParv
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સુરત ખાતેથી વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #SuratNavsarjanParv https://t.co/HPFBlfyKiG
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણના મહાઅભિયાનનો ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્રોતોની સચોટ માહિતી મેળવવા માટે મોબાઇલ સોર્સ અપોર્શનમેન્ટ ખાસ મોબાઈલ લેબોરેટરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત, અમદાવાદમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મિયાંવાકી પદ્ધતિ આધારિત ક્લોંગ-ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ PPP, CSR અને CER સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા વૃક્ષોના જતન અને વિસ્તરણ માટેના MoU પણ કરવામાં આવ્યા હતા.
#WorldEnvironmentDay
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ‘એક પેડ માં કે નામ 3.0’ વૃક્ષારોપણ અભિયાનનો વન-પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, પર્યાવરણ દિવસ માત્ર ઉજવણી નહિ, પરંતુ લોકોની રોજીંદી જીવનશૈલીનો ભાગ બને તે જરૂરી છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા ‘મિશન લાઈફ’ ધ્યેયને અપનાવી રોજબરોજના વપરાશમાં પાણી અને પેટ્રોલનો બચાવ કરવા અને વધુને વધુ વૃક્ષારોપણ કરવાની પણ તેમણે અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધરતીમાતાને હરિયાળી કરવાના પર્યાવરણપ્રિય અભિગમ સાથે વર્ષ 2024થી શરૂ કરેલ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વર્ષ 2026-27 દરમિયાન ‘એક પેડ માં કે નામ 3.0’ અને ‘વન મહોત્સવ’ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74453.90 હેકટર વિસ્તારમાં કુલ 551.91 લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન છે.
#WorldEnvironmentDay
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે 'એક પેડ માં કે નામ 3.0' અંતર્ગત ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ. https://t.co/XQ9zpPMcqE