सिर्फ़ पानी व पसीने ���ें बड़ा अंतर है
एक पत्थर व नगीने में बड़ा अंतर है
मुर्दा घड़ियों की तरह वक्त बिताने वालों
साँस लेने में व जीने में बड़ा अंतर है...
~डॉ. उदयभानु हंस
इक परिंदा अभी उड़ान में है
तीर हर शख़्स की कमान में है
जिस को देखो वही है चुप चुप सा
जैसे हर शख़्स इम्तिहान में है
खो चुके हम, यक़ीन जैसी शय
तू अभी तक किसी गुमान में है
ख़ुद को पाया न उम्र भर हम ने
कौन है जो हमार��� ध्यान में है
~ अमीर कज़लबाश
રમેશ પારેખની રચના અને ઉત્કર્ષ મઝુમદારનું સ્વરાંકન
“એક છોકરો વંઠું વંઠું થાય છે
ને ગામ છે કે મંદિરે હરિગુણ ગાય છે !”
આજે રવિવારે નવજીવન ટ્રસ્ટના આંગણિયે જૂની રંગભૂમિના ગીતો અને કથાઓ મંડાશે
સાંજે ૦૬ થી ૦૮
Open For All
એ મયકદામાં જેઓ કદાપિ ગયા નથી
તેઓ કહે છે, સાકીના દિલમાં દયા નથી
એ તર્ક હો કે કલ્પના 'જ્યાં ધૂમ્ર છે ત્યાં આગ'
અશ્રુ નયનમાં છે, ને હૃદયમાં વ્યથા નથી
નિષ્ફળ જીવનમાં કોને ગણું કોને કામયાબ
નૌકા ડૂબે છે ત્યાં, કારણ બધે હવા નથી
~ મોમીન
પ્રશંસામાં નથી હોતી કે, નિંદામાં નથી હોતી
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી
મજા ક્યારેક એવી હોય છે 'ના'માં પણ,
અનુભવ છે કે, એવી સે���કડો 'હા'માં નથી હોતી
~ આસીમ રાંદેરી
હૃદયને હું આંખ આપી દઉં
ને મનને હું પાંખ આપી દઉં
બન્નેને કારભાર સોંપીને,
બુદ્ધિને હું માત આપી દઉં
ભીડ વચ્ચે સતત ફર���યો છું હું
ઘડી, એકાંતને વાસ આપી દઉં
ને દેખ્યાથી, વ્યથા જો ધબકાર ચૂકે
એ ચહેરાને તારું નામ આપી દઉં
ઉંબરે લથડાતી એક આશાને
છેલ્લો એક શ્વાસ આપી દઉં
~ચિરાગ નારોલા
દેખાય છે એ બધુંય, છળ નથી હોતું
માનીએ એ બધુંય, સરળ નથી હોતું
રણમાં પણ હોય છે હયાત રણદ્વીપ
કળાય એ હરવખત, મૃગજળ નથી હોતું
તાણી જાય હોડી, નહીંકે મનોબળ કોઈનું
મઝધારનું મોજું, એટલુય પ્રબળ નથી હોતું
શક્યને પણ હોય છે આધાર નિષ્ફળતાનો
એમ જગતમાં કાઈ, નિરાધાર નથી હોતું
~ ચિરાગ નારોલા
पत्थर पानी हो जाते हैं
लोग कहानी हो जाते हैं
नए नए चेहरे वाले भी
बात पुरानी हो जा���े हैं
इश्क़ की रुत में सारे भिकारी
राजा-रानी हो जाते हैं
शाम समय लौ के झोंके भी
पवन सुहानी हो जाते हैं
~ असअ'द बदायुनी
પાંખોનો સંગાથ હોય, ને
અનંત પ્રસરેલું નભ હોય
તો શી મંજિલ ! શેની રાહ!
જો ઉડવાનું, અકારણ હોય !
ન વિસરનારું એક જણ હોય
યાદોનું આખું રણ હોય
કેમ કરીને લાંઘુ ��ું !
ઘડી બે ઘડીની ક્ષણ હોય !
~ ચિરાગ નારોલા
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને
ખજૂરી જેટલો છાંયો મળે -એ સિક્કાની,
બીજી બાજુય છે એવી કે, રણ મળે તમને
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને
~ રમેશ પારેખ
Solitude, often misunderstood and feared, holds immense beauty and potential for profound experiences.
Society has conditioned us to associate loneliness with sadness, promoting the belief that happiness lies solely in the company of others. However, true happiness, the kind that reaches the depths of our being, flourishes in moments of solitude.
It is important to reframe our perception of solitude, renaming it as aloneness or solitude, shedding the negative connotations attached to the word.
#Solitude #HarmonyWithNature