આજ રોજ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સુરત દ્વારા માંડવી તાલુકાના તરસાડાબાર અને સઠવાવ ગામ ખાતે વિવિધ યોજનાકીય સહાય ઘટકોની રૂબરૂ ચકાસણી અર્થે કેમ્પનું આયોજન કરી વિવિધ ઘટકોની રૂબરૂ ચકાસણી કરવામાં આવી.
વર્ષ ૨૦૨૬-૨૭ માં NMEO-OS યોજનાનો સુરતને ફાળવેલ ZONAL LEVEL WORKSHOP તા: ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ તોરણ રિસોર્ટ,સાપુતારા ખાતે થયેલ.જેમાં માં સંયુક્ત ખેતી નિયામકશ્રી(વિ.) સુરત તથા સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીના વર્ગ-૧ અને ૨ ક્ક્ષાના ખેતીવાડી ખાતાના ૧૨૦ થી વધુ અધિકારીઓ હાજર રહ્યા.
તા. ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ બારડોલી તાલુકાના સાંકરી મુકામે ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલશ્રી, આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં "પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ" યોજાયેલ. માન રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું મહત્વ,પર્યાવરણ સંરક્ષણ,ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.
આજ રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા માંડવી તાલુકાની ૪ આંગણવાડી કેન્દ્ર કાંકડવા,રતનિયા-૧,માંડવી-૧ ના કુપોષિત બાળકોની રૂબરુ મુલાકત કરી,તેમના વજન અને ઊચાઇ માપવામાં આવ્યા તથા પોષણ ટ્રેકર સાથે સરખામણી કરી.અને બાળકો માટે બનાવેલ વાનગીની ચકાસણી કરી
તા 07-07-26 ના રોજ માન સયુક્ત ખેતી નિયામકશ્રી સુરતના અધ્યક્ષ સ્થાને યોજનાકીય મિટીગ બારડોલી ખાતે યોજાયેલ જેમાં DAO સુરત તથા તમામ તાલુકા અમલીકરણ અધિકારી હાજર રહેલ. માન સયુક્ત ખેતી નિયામકશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા PM-KISAN યોજનાનો ૨૩ મો હપ્તો તારેકશ્વર, હુગલી, પશ્વિમ બંગાળથી રીલીઝ થવાના કાર્યક્રમના‘‘જીવંત પ્રસારણ’’અંગેનો સુરત જિલ્લાના કાર્યક્રમનું માન.કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી, ભારત સરકારની હાજરી માં KVK, ન.કૃ.યુ સુરત ખાતે યોજાયેલ.
૧૦-૬-૨૬ નાં રોજ રા.ખાના સંકલિત ઉપયોગના જાગૃતિ આભિયાનમાં સુરતમાં ૧૯ ગામોમાં કાર્યકર્મ યોજાયેલ જેમાં ખેડૂતો હાજર રહેલ તથા યુરિયા અને ડી.એ.પી.નો ઓછા ઉપયોગ અને અન્ય ખાતરો SSP,NPK નેનો યુરિયા,નેનો DAP બાયો ખાતર,સેન્દ્રીય ખાતરો, વર્મી કમ્પોસ્ટ,જીવામૃત,વાપરવા ખેડૂતોને જાગૃત કર્યા
૯-૬-૨૬ નાં રોજ રા.ખાના સંકલિત ઉપયોગના જાગૃતિ આભિયાનમાં સુરતમાં ૨0 ગામોમાં કાર્યકર્મ યોજાયેલ જેમાં ખેડૂતો હાજર રહેલ તથા યુરિયા અને ડી.એ.પી.નો ઓછા ઉપયોગ અને અન્ય ખાતરો SSP,NPK નેનો યુરિયા,નેનો DAP બાયો ખાતર,સેન્દ્રીય ખાતરો, વર્મી કમ્પોસ્ટ,જીવામૃત,વાપરવા ખેડૂતોને જાગૃત કર્યા