રથયાત્રા 2026
149મી રથયાત્રાના ��વસરે દરિયાપુર પોલીસ દ્વારા આયોજિત "સદભાવના સંગીત સંધ્યા" કાર્યક્રમમાં પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોતનાઓ તથા સ્થાનિક ધારાસભ્યશ્રી , મહાનુભાવો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા.
ગુજરાતના�� સુપ્રસિદ્ધ લોકગાયક, સંગીત વિશારદ વિક્રમ લાબડીયા એ સંગીતસંધ્યામાં ભક્તિસભર માહોલ બનાવીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા અને કાર્યક્રમ દરમિયાન સૌએ કોમી એકતા, ભાઈચારો, શાંતિ અને પરસ્પર સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.
પોલીસ કમિશ્નરશ્રીએ સૌ નાગરિકોને શાંતિ, સંયમ અને સહકાર સાથે રથયાત્રાને સફળ બનાવવાની અપીલ કરી હતી અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા સુખ, શાંતિ, સલામતી સાથે એકતાના માહોલમાં સંપન્ન થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
@sanghaviharsh @CMOGuj @GujaratPolice @dgpgujarat @InfoGujarat
#AhmedabadPolice #JagannathRathyatra #GujaratPolice
#Rathyatra2026
#Ahmedabad
આગામી રથયાત્રાના પવિત્ર અવસરે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે "સાયબર ભવાઈ" નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેના માધ્યમથી અમદાવાદ શહેર પ���લીસે નાગરિકોને સાયબર ગુનાઓથી સાવચેત રહેવાનો સંદેશ આપ્યો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક્સ, OTP ફ્રોડ અને અન્ય ડિજિટલ ઠગાઈથી સતર્ક રહેવા અપીલ કરી હતી.જગન્નાથ મંદિરના મહંતશ્રી, ટ્રસ્ટી મંડળના સભ્યો, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વિવિધ ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા સુરક્ષિત ડ��જિટલ જીવનનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.
@sanghaviharsh @GujaratPolice @CMOGuj @dgpgujarat @InfoGujarat
#AhmedabadPolice
શ્રીજગન્નાથ મંદિર ખાતે આવેલ હોલમાં આગામી તા. 16-07-2026ના રોજ યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાના સુચારૂ, સુરક્ષિત અને શાંતિપૂર્ણ આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં માનનીય JCP ક્રાઇમ, DCP સાઇબર, ACP સાઇબર, તમામ PI ટ્રાફિક તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં જોડાનાર આશરે 101 ટ્રકોના સંચાલકો તથા રથયાત્રા મોટર કમિટીના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બે��ક દરમિયાન માનનીય JCP સાહેબ, DCP સાહેબ તથા ACP સાહેબ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, વાહનોના નિયમિત સંચાલન, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ રથયાત્રા દરમિયાન અનુસરવાની જરૂરી સૂચનાઓ અને સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ ટ્રક સંચાલકો અને કમિટીના સભ્યોએ સૂચનાઓનું પાલન કરી રથયાત્રાને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat @cybercrimeahd @crimeahd @DrLavina_IPS
#AhmedabadPolice
#JagannathRathyatra
#GujaratPolice
#Rathyatra2026
કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ 10.29 ગ્રામ કી.રૂ. 1,02,900/- ના જથ્થા સાથે એક ઈસમ તથા મહિલાને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્���ાન્ચ ઝોન 3 તેમજ કાલુપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર પોલીસ
#ahmedabadpolice
25/05/2026
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ દ્વારા શરૂ કરાયેલ ૧૨ અઠવાડિયાના Mission Fit Khakhi અભિયાન આજે અગિયાર સપ્તાહ પૂર્ણ કરી રહેલ છે...
પોલીસ કમિશ્નરશ્રીનાઓ દ્વારા , આ મિશન અંતર્ગત ભાગ લઈ રહેલ પોલીસ કર્મચારીઓને જાતેથી દર સપ્તાહ પોષણક્ષમ અને સંતુલિત આહાર અપનાવવા, આહાર માર્ગદર્શન અંગે ચર્ચા અને સમજ કરવામાં આવી અને પોલીસ કર્મચારીઓમાં તેના હકારાત્મક પરિણામ જણાઇ આવેલ છે
Mission Fit Khakhi અભિયાનનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓની ફિટનેસ, કાર્યક્ષમતા, અને માનસિક સ્થિરતા વધારવાનો રહ્યો.
આજે ફરી એકવાર નિર્ધારિત માપદંડો અંગે ડોક્ટરો દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી.
આ ચકાસણીમાં મિશન અંતર્ગત ભાગ લઈ રહેલ પોલીસ કર્મચારીઓની શારીરિક તંદુરસ્તી, ઊર્જા સ્તર અને જીવનશૈલીમાં થયેલા સકારાત્મક ફેરફારો સ્પષ્ટ રીતે નોંધાતા જોવા મળ્યા.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
માનનીય પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકનાઓ દ્વારા આજે પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ.
હાલમાં કુલ 191 તાલીમાર્થીઓ અહીં તાલીમ લઈ રહ્યા ��ે.
પોલીસ કમિશનરશ્રીએ તાલીમાર્થીઓની રહેવાની વ્યવસ્થા, મેસનું સંચાલન તથા મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની વિગતવાર તપાસ કરી. સાથે જ તમામ જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી.
આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનરશ્રીએ તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમની સમસ્યાઓ તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને સુવિધાઓ ��ધુ અસરકારક બનાવવા માટે સૂચનો આપ્યા.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat
#AhmedabadPolice
કાલુપુર ખાતેની બેંક ઓફ બરોડામાં આવેલ RBI ની કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રોકડા રૂપિયા ની ચોરી કરી આરોપીને રોકડા રૂપિયા 2 કરોડ 20 લાખ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન - 3 અમદાવાદ શહેર પોલીસ #ahmedabadpolice
શહેરકોટડા પો.સ્ટે.ના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી, જે એક વર્ષથી ફર્લો ફરાર હતો તેમજ મેઘાણીનગર અને ખોખરાના મારામારીના ગુનાઓમાં છેલ્લા ૬ મહિનાથી નાસતો ફરતો હતો, તેને દિલ્હી ખાતેથી પકડી પાડતી LCB zone - 3 અમદાવાદ શહેર પોલીસ 🚨🚔
આજે પી.ટી. પરેડનું આયોજન અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક, શાહીબાગ ખાતે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉપરના તમામ અધિકારીઓ હાજર રહ્યા.
પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિકના અધ્ય��્ષસ્થાને યોજાયેલા પરેડ દરમિયાન નિયમિત કસરત અને યોગ્ય આહાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
સાથે જ શહેરની કાયદા અને વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
પોલીસ કમિશ્નરશ્રી દ્વારા શરૂ કરાયેલ 12 અઠવાડિયાના Mission Fit Khakhi અભિયાન આજે આઠ સપ્તાહ પૂર્ણ કરીને, નવમા સપ્તાહમાં પ્રવેશતા આજે ખાસ કરીને પોષણક્ષમ અને સંતુલિત આહાર અપનાવવા પર ભાર મૂકાયો.
આ કાર્યક્રમ��ો ઉદ્દેશ પોલીસ કર્મચારીઓની ફિટનેસ અને કાર્યક્ષમતા વધારવાનો તેમજ શહેરની સુરક્ષા વધુ સજ્જ બનાવવાનો છે.
સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat
#AhmedabadPolice
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે નવનિર્મિત 'પોલીસ જીમ'નું ઉદ્ઘાટન
અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સર્વાંગી સુખાકારીને ધ્યાનમાં રાખીને, પોલીસ કમિશનર કચેરીના પ્રથમ માળે એક આધુનિક અને સુસજ્જ પોલીસ જીમ તૈયાર કરવામાં આવ્યું છે.
આ નવનિર્મિત જીમનું ઉદ્ઘાટન પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકનાઓના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે ખાસ આમંત્રિત મહેમાન તરીકે શ્રી નિપુણા તોરવણે , પ્રિન્સીપાલ સેક્રેટરી ગ્રુહ વિભાગ અને મેનેજિંગ ડિરેક્ટર- ગુજરાત પોલીસ આવાસ નિગમ નાઓ અને અન્ય ઊચ્ચ અધિકારીશ્રીઓ તથ�� કર્મચારીઓ હાજર રહ્યા.
આ જીમમાં પોલીસ કર્મચારીઓ માટે વ્યાયામ સાધનો, ફિટનેસ મશીનો તથા આરોગ્યપ્રદ કસરતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી તેઓ પોતાના દૈનિક ફરજિયાત કાર્યો સાથે શરીર અને મનને તંદુરસ્ત રાખી શકે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat
#AhmedabadPolice
આજરોજ, આ��ામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી શ્રી જી.એસ. મલિકનાઓએ શહેર વિસ્તારના અસારવા, દાણીલીમડાના પિરાણા રોડ, બહેરામપુરા અને શાહપુર વિસ્તારના રંગીલા ચોકીમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીશ્રીઓ તથા ચૂંટણી અધિકારીશ્રીઓ પણ સાથે હાજર રહ્યા.
પોલીસ કમિશ્નરશ્રીએ સ્થળ પરની સુરક્ષા વ્યવસ્થાનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને મતદાનના દિવસે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી અંગે માર્ગદર્શન આપ્યું.
અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે યોજા�� તે માટે પ્રતિબદ્ધ છે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice
@dgpgujarat
#AhmedabadPolice
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં તા. 16 એપ્રિલ 2026ના રોજ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં શહેર પોલીસ કમિશ્નરેટના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ, નાયબ પોલીસ કમિશ્નરશ્રીનાઓ તેમજ સંયુક્ત/અધિક પોલીસ કમિશ્નરશ્રીનાઓ ઉપસ્થિત રહ્યા.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટમાં નવનિયુક્ત થયેલ અધિકારીશ્રીઓને શહેર પોલીસની કા���્યપદ્ધતિ થી મે.પોલીસ કમિશ્નરશ્રી દ્વારા વાકેફ કરવામાં આવ્યા.
આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાપન અંગેની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. ચૂંટણી દરમિયાન શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી.
ગુનાખોરીના ડીટેકશન રેટ અને કન્વીકશન રેટમાં સુધારો લાવવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી.
ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા અમદાવાદ શહેર પોલીસને શહેરના નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને પ્રતિબદ્ધ કરવાના પ્રયાસ કરવામાં આવે છે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat
#AhmedabadPolice
01/04/2026
10 માર્ચ 2026 થી શરુ કરવામાં આવેલ Mission Fit Khakhi કાર્��ક્રમનો આગળનો તબક્કો આજથી શરૂ થયો.
ચોથા અઠવાડિયાના આ તબક્કામાં ધ્યાન અને મેડિટેશનને પ્રાથમિકતા આપી તાલીમમાં સામેલ કરવામાં આવ્યું છે, જેથી શારીરિક સાથે માનસિક તંદુરસ્તી પણ મજબૂત બને. આગળના આયોજન અને કાર્યક્રમની રૂપરેખા પોલીસ કમિશ્નરશ્રી દ્વારા રજૂ કરવામાં આવી.
આ અભિયાનથી પોલીસ કર્મચારીઓની તંદુરસ્તી વધશે અને કાર્યક્ષમતા સુધરશે. સ્વસ્થ જીવન, સુરક્ષિત સેવા.
*સુરક્ષા માટે સજ્જ શહેર પ���લીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @PoliceAhmedabad
#AhmedabadPolice
આજરોજ,
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ પોલીસ મુખ્ય મથક - શાહીબાગ ખાતે પી.ટી.પરેડમાં હાજરી આપી.
પોલીસ અધિકારીશ્રીઓ ને પોલીસ પણ કર્મચારીઓ સાથે
તાજેતર માં પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી કરાયેલા અમદાવાદ શહેર ખાતે નવી નિમણૂંક પામેલા જેટલા હથિયારી/બિન હથિયારી પુરુષ લોકરક્ષક કેડેટની અમદાવાદ પોલીસ મુખ્ય મથક - શાહીબાગ ખાતે પાયાની તાલીમ ચાલી રહેલ છે. જે પૈકી 364 આજરોજની પી.ટી.પરેડમા હાજર રહેલ જેઓ સાથે પોલીસ કમિશ્નરશ્રીનાઓએ સંવાદ કર્યો.
Mission Fit Khakhi - સંતુલિત પોષણ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ આદતોનું સંયોજન ધરાવતો ૧૨ અઠવાડિયાના આ કોર્સના ત્રીજા અઠવાડિયાની શરૂઆત આજ થી થઈ. પોલીસ કમિશ્નરશ્રીના સીધા સુપરવિઝન હેઠળના આ કોર્સ અંતર્ગત, ત���ઓને આગળના આયોજન અંગે જાણકારી આપવામાં આવી.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat
#AhmedabadPolice
મુસ્કાન માટે રક્તદાન:
આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ દ્વારા શહેરના તમામ નાયબ પોલીસ કમિશ્નરશ્રીનાઓ અને તેનાથી ઉપરી દરજ્જાના તમામ અધિકારીશ્રીઓ સાથે રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ શાખાની મુલાકાત લેવામાં આવી.
પોલીસ કમિશ્નરશ્રીનાઓ સાથે તમામ ઊચ્ચ અધિકારીશ્રીઓ થેલેસેમિયા મેજર ધરાવતા બાળકો સાથે સંવાદ કર્યો.
થેલેસેમિયા ધરાવતા બાળકો માટે રક્તનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવો મહતવનું છે, જેમને નિયમિત રક્તદાનની જરૂર હોય છે તેઓને અમદાવાદ શહેર પોલીસ અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ રીતે સમયાંતરે શિબિર આયોજન મદદરુપ બને છે. શહેરમાં દર વર્ષે પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ઝોન કક્ષાએ રક્તદાન શિબિરનું આયોજિત થાય છે અને અંદાજે 5000 જેટલા યુનિટ બ્લડ એકત્રિત કરીને "મુસ્કાન માટે રક્તદાન" હેઠળ સંસ્થાને આપવામાં આવે છે.
આ આયોજન બાદ એકત્રિત થયેલ બ્લડ ઉપર શુ કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે તમામ અધિકારીશ્રીઓએ જાણકારી લીધી.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
She Protects While You Cheer!
Our women police proudly serve at the #T20WorldCup Final, Ahemdabad. Salute to their dedication. 🇮🇳
#GujaratPolice#WomensDay